HEARTLY💞 WEL COME YOU💐IN MY BLOG....નમસ્કાર.."વહેતું ઝરણું" એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપનો પ્રતિભાવ અને સૂચનાઓ આવકાર્ય છે

Wednesday, April 13, 2022

Dr. ભીમરાવ આંબેડકર

બધારણ બધાને લાગુ પડે છે એટલે બંધારણ ઘડનારા બાબાસાહેબ પણ બધાના જ છે. બસ જે જેટલું બાબાસાહેબ ને વાંચે એટલું એમને માને છે. 131 મી જન્મ જયંતિ નિમિત્તે અનંત મંગલ કામનાઓ સહ શુભેચ્છાઓ.. આપણાં બધાને એક સમાન રીતે અનુચ્છેદ 14 મુજબ કાયદાની સમાનતા રીતે લાગુ પડે છે. એ સમાનતા, માનવ ગૌરવ અપાવનાર, માનવ ને માનવ તરીકે સ્વીકાર કરવાના કાયદા તમામ ભારતીયો ને લાગુ પડે છે . આ કાયદા ઘડનાર #બાબાસાહેબ આંબેડકર.. પુરુ નામ : ભીમરાવ રામજી આંબેડકર. જન્મ: ૧૪ મી એપ્રિલ, ૧૮૯૧. જન્મ સ્થળ: મહુ . પરિનિવૉણ: ૬ ડિસેમ્બર , ૧૯૫૬. વિશ્વમાં બહુ ઓછાં વ્યક્તિ ઓ છે જેમની જન્મ જયંતી ને પરિનિવૉણ દિવસ ઉજવવા માટે લોકો પોતાના પૈસાથી , સમયથી , ઘરે , મહોલ્લામાં , નગરમાં ને શહેરોમાં આયોજન કરે છે. બાબાસાહેબ એ અછૂત પરિવાર માં જન્મ લીધો હતો પણ ગુણ , કેળવણી ને પોતાના જ્ઞાન થકી ભારત રત્નથી લઈ વિશ્વ રત્ન તરીકે જાણીતા બન્યા છે‌ . મજૂરોના મસીહા, દલિતોના ઉદ્ધારક, મહિલાઓનાં મુક્તિદાતા, ધારાશાસ્ત્રી, દાશૅનિક, સમાજ ઘડતરના વૈજ્ઞાનિક , આધુનિક ભારતના શિલ્પી , બંધારણના એકમાત્ર ઘડવૈયા, જેમણે ભૂખ, તાપ ને તરસ કષ્ટ સહન કરીને સદાય માનવહિત ને માનવ માત્રને સમાનતા, બંધુતા ને ન્યાય મળે તે માટે સતતપણે કાયૅ કર્યું છે. આજે એવા મહામાનવ , બોધિસત્વ , ધારાશાસ્ત્રી, કાયદાપંડિત, સમાજશાસ્ત્રી, પત્રકાર, ક્રાંતિકારી વિચારો આપનાર વ્યક્તિ નો જન્મ દિવસ છે. ..¶¶¶ કેવી રીતે જન્મ દિવસ ઉજવાય છે??? ~ હાલ તો છેલ્લા બે વર્ષથી કોરોના ના કારણે આ મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી મા ઘણું પરિવર્તન આવ્યું છે. તે આવકારદાયક છે કેમકે ભાગ્યે જ કોઈ બાબાસાહેબ ના અનુયાયીઓ કાયદાની ઉલ્લંઘન કરતા હશે . ~ પોતાના ઘરે જ બાબાસાહેબ આંબેડકર ના ફોટાને રાખીને ઉજવણી કરે છે. બથૅ ડે કેક પણ કેટલાક લોકો લાવે છે. તો પુસ્તકો વાંચે છે. ~ ઘર પરિવારમાં બાબાસાહેબ આંબેડકર ની વાત હળીમળીને કરે છે. ~ એક જ સાહેબ બાબાસાહેબ એમ કહીને સૌ લોકો મો મીઠું થાય એવી વાનગીઓ બનાવે છે. ~ બુદ્ધ વંદના તથા ભીમ વંદના જેવા કાર્યક્રમો કરે છે. જેમાં તથાગત ભગવાન બુદ્ધના ઉપદેશો તથા વિચારો ની ચચૉ કરે છે. ( હાલ ઓનલાઈન ) ~ હાલ કોરોના કાળ હોવાથી કોઈ રેલી, બાઈક રેલી , હાથીની અંબાડી પર ભવ્ય શોભાયાત્રા, સમૂહ કાયૅક્રમો, આંબેડકર ભવનોનું લોકાર્પણ, લાઈબ્રેરી ઓ, નવીન મફત શિક્ષણ ના ક્લાસ વગેરે નહિવત્ રીતે જોવા મળે છે. ~ લોકો બાબાસાહેબ આંબેડકર ના પુસ્તકો એકબીજા ને ભેટ આપે છે. ~ ઘર પર ફળિયામાં બાબાસાહેબ ના ફોટા ઝંડા ને સ્ટીકરો તથા અન્ય વસ્તુઓ લગાવી બાબાસાહેબ આંબેડકર ના અનુયાયીઓ હોવાનો ગર્વ વ્યક્ત કરે છે. આમ શક્ય હોય એમ તમામ રીતે આજકાલ લોકો કાયદામાં રહીને કાયદા ઘડનારા બાબાસાહેબ આંબેડકર ના જન્મ દિવસ નિમિત્તે ઉજવણી કરતા હોય છે. .............................................................................. ૨. કેવી રીતે ખરેખર બાબાસાહેબ આંબેડકર ની ઉજવણી સાથૅક કહેવાય??? ∆ બાબાસાહેબ આંબેડકર ના પુસ્તકો વાંચવા ને વંચાવવા. ∆ બુદ્ધ ઓર ઉનકા ધમ્મ પુસ્તક વાંચવું. ∆ બાબાસાહેબ આંબેડકર ના જીવન કવન લોકો ને બાળકો, યુવાનો, વડીલોને આપવા. ∆ ફળિયામાં, ગામમાં કે સોસાયટી માં બાબાસાહેબ આંબેડકર ના પુસ્તકો ની લાઈબ્રેરી શરૂ કરવી. ∆ વધુમાં વધુ બાબાસાહેબ આંબેડકર, બૌદ્ધ ધમ્મ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપનાર બાબતો લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરવો પછી એ પુસ્તક , નાટક, ગીત , સોસિયલ મિડીયા નો ઉપયોગ હોય. ∆ જ્યાં જગ્યા હોય ત્યાં બુદ્ધ વિહાર નું સવૉનુમતે આયોજન કરવું જ્યાં તમામ લોકો માટે વિપશ્યના સાધના, મફત શિક્ષણ ક્લાસ નું પણ સંચાલન થઈ શકે. ∆ બાબાસાહેબ આંબેડકર હોલ દરેક જિલ્લા મથકોએ ને તાલુકાના મથકોએ થાય એવા પ્રયત્નો કરવા. ∆ આપણા બહુજન સમાજ ના નેતાઓને સાથે રાખીને દરેક જિલ્લા માં આંબેડકર હોલ ને સરકારી લાઈબ્રેરી શરૂ થાય તેવા નિઃસ્વાર્થ ભાવે નક્કર પ્રયાસો કરવા. ∆ બાળકો તથા યુવાનો ને બાબાસાહેબ આંબેડકર ની વિચારધારા મળી રહે એ માટે બાબાસાહેબ ની ફિલ્મ , પુસ્તક, ફોટા તથા કેલેન્ડર જેવી સામગ્રી આપવી. ∆ એપ્રિલ થી એપ્રિલ સુધી બાબાસાહેબ આંબેડકર કેલેન્ડર બનાવવું જેમાં તમામ ઘટનાઓ બાબાસાહેબ આંબેડકર ના જીવન ની આવી જાય. ∆ બાબાસાહેબ આંબેડકર ને સમાજનાર, વાંચનાર ને જાણનાર લોકોને બોલાવીને નાની સભા વિચાર ગોષ્ઠિ રાખી શકાય.( કોરોના પછી) ∆ બાબાસાહેબ આંબેડકર ના મિશનરી કેડર કેમ્પ કરી શકાય.( કોરોના પછી) ∆ ભીમ ડાયરાઓ તથા બહુજન સાહિત્યકારોનાં કાયૅક્રમો વષૅ માં સતતપણે ચાલુ રહે એ પછી ઓનલાઇન કે ઓફ લાઈન તેની ટીમ સતતપણે કાયૅ રત રહે તેવું આયોજન કરવું. ( હાલ ઓનલાઈન કાયૅક્રમ જ્ઞાનોતસવાય આયુ. વિશન ભાઈ કાથડ દ્વારા શરૂ થાય છે એ અવશ્ય નિહાળી એ) ∆ મેં મૂર્તિઓ મેં નહીં કીતાબો મેં હૂં એ મુજબ સતતપણે બાબાસાહેબ આંબેડકર ને વાંચી એ એમની વિચારધારા ફેલાવીએ. ∆ બાબાસાહેબ આંબેડકર ની બાવીસ પ્રતિજ્ઞાઓ નું પાલન કરવું પછી આંબેડકરવાદી હોવાની વાત કરવી. ∆ શિક્ષણ,સમાજ ને સતા સુધી જઇએ. .............................................................................. બાબાસાહેબ ના માનવાચક, સંબોધન કે હુલામણા નામ. ૧. ભીમરાવ. ૨. ડોક્ટર આંબેડકર. ૩. બાબાસાહેબ સાહેબ. ૪. કાયદા પંડિત. ૫. કલમના બાદશાહ. ૬. ભારત રત્ન. ૭. વિશ્વ રત્ન. ૮. બોધિસત્વ. ૯. દલિત ઉદ્ધારક. ૧૦. બંધારણના ના શિલ્પી. ૧૧. બંધારણના ના ઘડવૈયા. ૧૨. બાબાસાહેબ આંબેડકર. ૧૩. દલિતોના મસીહા. ૧૪. મહિલા મુક્તિદાતા. ૧૫. બુદ્ધ ના અનુયાયી. આમ એક મહૂના નાનકડા ગામમાં થી નિકળી અપમાન, અસહ્ય ભેદભાવ ને આજીવન સતત સંઘર્ષ થી સફળતા સુધી જનાર મહામાનવ એટલે બાબાસાહેબ આંબેડકર. શાળામાં ભેગો ભણવા ના દીધો કે ના આપ્યું પાણી છતાં આપી દીધું ભારતને જોડનાર કાયદાની ચોપડી. કોલેજ કે ઉચ્ચ અભ્યાસ માટે ભારત દેશ ને વિદેશ માં જવા માટે નહોતા રૂપિયા કે પૈસા છતાં મદદ ને મહેનતથી પહોંચ્યા ડોક્ટર સુધી. ગરીબોની વેદના ને ધનવાન લોકોની સુખ-સમૃદ્ધિ જોઈએ લખી નાખ્યો આંખો વિશ્લેષક ગ્રંથ ને સ્થપાઈ આર બી આઈ. પાણી નહોતા મળતા તો કરી આપી યોજના ભાગલા નાગલ ડેમની. મનુષ્યનો ભેદભાવ કરતી સળગાવી મનુસ્મૃતિ. ∆∆ મંજૂર ને ખેડૂતો નું થતું શોષણ ને અટકાવવા કીધા આઠ કલાકના કાયદા ને આપી કમૅચારીઓ ને મોંઘવારી રૂપી ભથ્થા ને મહિલા ઓને અપાવી પ્રસુતિની રજા. ∆∆ મહિલાઓ હતી મનુસ્મૃતિ મુજબ ની જીવતી, એ પછી હોય વિધવા કે હોય નવ યુગલ સૌને માટે ફૂંક્યા મુક્તિના બ્યુગલો. આઝાદી હોય કે પછી હોય હિન્દુ કોડ બીલ વરસ્યો એ વિરલો ને ગાજ્યો એ ભીમરાવ ... ∆∆ હિન્દુ કોડ બીલ થકી સંપતિમાં આપ્યો અધિકાર , બીજા લગ્ન કરી શકે એ વિધવા , પુરુષ ના કરી શકે એક થી વધુ લગ્ન. ∆ વિદેશ હોય કે દેશ પ્રથમ ભારતીય ને અંતે પણ ભારતીય. આમ બાબાસાહેબ આંબેડકર ને એક દલિતોના કોચલામાં બાંધનાર લોકોએ પોતે બાબાસાહેબ આંબેડકર ને કેટલા વાંચ્યા, જાણ્યા ને સમજ્યા એવું પોતાની જાતને પૂછવું એટલે ખ્યાલ આવી જશે. આજના આ મહાપર્વ પર સૌને વિનંતી બાબાસાહેબ આંબેડકર ને સતતપણે વાંચો વિચારો ને એમના બતાવેલ માગૅ પર ચાલીને બુદ્ધ ધમ્મ તરફ વળો. જય ભીમ જય સંવિધાન નમો બુદ્ધાય ચલો ભીમ કી ઓર ચલો બુદ્ધ કી ઓર. વિશ્વ વિભૂતિ, વિશ્વ વંદનીય, બૌદ્ધિસત્વ, ક્રાંતિ સૂર્ય, યુગપુરુષ, આદર્શ રાજનેતા, પ્રખર અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, તત્વચિંતક, રાષ્ટ્ર પ્રેમી, પુસ્તક પ્રેમી, કાયદાવિદ્, મજૂરો અને કામદારોના તારણહાર, સંગઠન રચયિતા, ધર્મશાસ્ત્રોનાં જ્ઞાની, વર્ણ વ્યવસ્થાનાં પ્રખર વિરોધી, સામાજિક ક્રાંતિના મહાનાયક, અછુંતોનાં ઉદ્ધારક, હિન્દુ કોડબીલના જનક, નારીનાં મુક્તિ દાતા, ગાંધીજીનાં પ્રાણ દાતા, દલિત પીડિત, શોષિત, ગરીબ, વંચિતો ના મશિહા, વિશ્વના શ્રેષ્ઠ વિદ્યાર્થી, ભારતના પ્રથમ કાયદા મંત્રી, રાજપદ ત્યાગમૂર્તિ, રિઝર્વ બેંકના સંસ્થાપક, બહુજનોનાં બેલી, સર્વશ્રેષ્ઠ બહુ પ્રતિભાના ધની, વિરાટ વ્યક્તિત્વના મહાનાયક, વિદેશી નીતિ રીતિ ના તજજ્ઞ, , સ્ત્રી સશક્તિકરણના પ્રખર હિમાયતી, શ્રેષ્ઠ કેળવણીકાર, ઉત્કૃષ્ટ પત્રકાર,વિદ્યા વાચસ્પતિ, જ્ઞાન નો ભંડાર , પ્રભાવશાળી વક્તા, કુશળ રાજનીતિજ્ઞ, ભારતના પ્રથમ કાયદા પ્રધાન, સિમ્બોલ ઓફ નોલેજ, સંવિધાનનાં શિલ્પકાર લોકશાહી અને માનવ અધિકારોના રક્ષક , માનવ અધિકારોના આજીવન લડવૈયા, સમતા સ્વતંત્રતા અને બંધુતા નાં હિમાયતી, આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાનુનવિદ્, યુવાઓનાં આઇડિયલ ભારત દેશના બેતાજ બાદશાહ એવા પ્રજા વત્સલ, મહામાનવ ડૉ. બાબા સાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતી નિમિતે તમામ દેશ વાસિયોંને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું... એક જ સાહેબ બાબાસાહેબ એક હતી નામ એક હી નારા બાબાસાહેબ સબસે ન્યારા જબ તક સુરજ ચાંદ રહેગા બાબાસાહેબ કા નામ રહેગા... ...........ભૂલ ચૂક માફ...... #AmbedkarJayanti #JayBhim લેખન સંકલન સતીષ પરમાર ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ. સંદર્ભ સ્ત્રોતો ૧. બુદ્ધ ઓર ઉનકા ધમ્મ ( હિનદી ગુજરાતી) ૨. બાબાસાહેબ ના હિન્દી વોલ્યુમ. ૩.શરૂઆત પબ્લિકકેશન ના પુસ્તકો. ૪. ગૂગલ વિકીપિડીયા.

No comments:

Post a Comment

std 6 7 8 vigyaan pryog

  NCERT BOOK SCIENCE STD- 6 TO 8 PRAYOG AND PRAVRUTTI LIST ➠  STD- 6  SCIENCE  PRAYOG LIST  CLICK HERE ➠   STD- 7  SCIENCE  PRAYOG LIST  CLI...