HEARTLY💞 WEL COME YOU💐IN MY BLOG....નમસ્કાર.."વહેતું ઝરણું" એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપનો પ્રતિભાવ અને સૂચનાઓ આવકાર્ય છે

Monday, May 18, 2020

Gazal and kaviya...withh fn..







Nilamben jadav
કાવ્ય

ભણો  અને  ભણાવો,
શિક્ષણ  છે  જરૂરી..

આપે અખૂટ વિદ્યા,
માન-સન્માન અને રક્ષા..

આપે અજ્ઞાની ને જ્ઞાન,
બુદ્ધિહીન  ને  બુદ્ધિ..

શિક્ષણ થકી જ બની શકીએ,
નેતા  શિક્ષક  કે  વૈજ્ઞાનિક..

મળે છે હકો અને ફરજોનું જ્ઞાન,
તેમજ  સર્વોચ્ચ  સન્માન..

કરે  દૂર  વહેમ  અંધશ્રદ્ધા,
અવગુણો ને અજ્ઞાનતા..

જે  પ્રાપ્ત  કરશે  શિક્ષણ,
થશે  તેવું  જીવન  ઉજળું..

ભણો  અને  ભણાવો,
 છે   શિક્ષણ  જરૂરી..


Vijay bhai shah















6/09/2020
Nimisha vinodchandr Lalpurvala...


જબ ટુટ રહી થી મે... 
ખુદ સે દૂર હો રહી થી... 
જબ આધી રાત મે ડરી હુઈ થી... આંખો કે આંસુઓસે ભિગે તકિયે સે લીપટી હુઈ થી... 
ઉસ વક્ત મૈને ખુદ સે કહા થા,
 મે હું મેરે સાથ હંમેશા........ ,🌷  




Jadav manishaben





Vijay bhai



એકવાર સડક કિનારે ઉભી હતી,
મારી  કાર પણ ત્યાં થોભી હતી,

લોકોની  વચ્ચે વાત ન થઈ કંઈ,
નજરથી  કંઈક વાત નભી હતી,

મારી નજર અનિમેષ તાકતી રહી,
દીદારની તારી કંઈક લોભી હતી,

મારી સામે નજર ઉચી કરી નહીં,
કંઈક તું પણ જરાક  દંભી હતી,

ગુલાબી મજાની સાડીમાં સજ્જ,
કંઈક તું બહુ  એવી શોભી હતી,

હિંમતસિંહ ઝાલા (બાલાસિનોર)


Jadav manisha ben



vijay bhai sahah






30/08/2020


એકવાર સડક કિનારે ઉભી હતી,
મારી  કાર પણ ત્યાં થોભી હતી,

લોકોની  વચ્ચે વાત ન થઈ કંઈ,
નજરથી  કંઈક વાત નભી હતી,

મારી નજર અનિમેષ તાકતી રહી,
દીદારની તારી કંઈક લોભી હતી,

મારી સામે નજર ઉચી કરી નહીં,
કંઈક તું પણ જરાક  દંભી હતી,

ગુલાબી મજાની સાડીમાં સજ્જ,
કંઈક તું બહુ  એવી શોભી હતી,

હિંમતસિંહ ઝાલા (બાલાસિનોર)

થતું હોય એમ તો તું થવા દે છે
લાગે કંઈ આગ તોય હવા દે છે,

લાગતી નથી કોઈ  અસર છતાં,
જખ્મો હવે એમનેમ રવા દે છે,

એક હજુ મટયું નથી કેમ તોય,
જુઓ દર્દ મને કેમ નવા દે છે,

તબિયત હજુ જેમની તેમ છે,
જાણ્યા વગર રોગ  દવા દે છે,

હકીમ હવે સમજી ગયા લાગે,
લીધા વગર  દવા એ જવા દે છે,


હિંમતસિંહ ઝાલા (બાલાસિનોર)

Nilam  jadav

વર્ષા ગીત

રંગ બદલાયો નભનો,
આવ્યો આવ્યો વરસાદ.

ખેડૂતો હરખાય,
આવ્યો આવ્યો વરસાદ.

મોર કળા કરી નાચે,
આવ્યો આવ્યો વરસાદ.

પુષ્પો મંદ મંદ ખીલે,
આવ્યો આવ્યો વરસાદ.

આકાશ મેઘધનુષ પથરાય,
આવ્યો આવ્યો વરસાદ.

ધરતી ઓઢે લીલા ચીર,
આવ્યો આવ્યો વરસાદ.

પંખીને બંધન જણાય,
આવ્યો આવ્યો વરસાદ.

પ્રકૃતિમાં હરિયાળી લહેરાય,
આવ્યો આવ્યો વરસાદ.

રિમઝિમ રિમઝિમ વરસે,
આવ્યો આવ્યો વરસાદ.

મન મારું હરખાય,
આવ્યો આવ્યો વરસાદ.



Praksh bhai bhatti  saheb SSA






કેટલીય ડુબકી લગાવી આવ્યો છે,
મરજીવા ને મોત થી ડરાવો છો.

એકલું ઉગી નિકળ્યું છે ખડગ માંહી,
તણખલા ને વાવાઝોડા થી ડરાવો છો.

પ્રેમ માં લૂંટાવી બેઠો છે દુનિયા,
પ્રેમી ને બદનામી થી ડરાવો છો.

પ્રેમ માં ઠોકર ખાઈ ઉભો થયો છે,
તેને રસ્તા ના પથ્થર થી ડરાવો છો.

કેટલીય આગ માં બળી ઠર્યો છું,
'રાખ' ને આગ થી ડરાવો છો.

રાકેશ પરમાર 'રાખ'
વડોદરા.



Vijay Bhai shah 







Jadav Manisha ben






Asif vohra sir. dahod B.ed collage 




23/09/2020

```હું રિસાઈ, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ``` ?

```આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ``` ?

```હું મૌન, તમે પણ મૌન તો પછી આ મૌનને તોડશે કોણ``` ?

```નાની નાની વાતોને દિલથી લગાવીશું તો પછી સંબંધ નિભાવશે કોણ``` ?

```છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ``` ?

```ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ``` ?

```યાદોના ગમમાં ડૂબી જઈશું હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ``` ?

```એક અહ્મ મારો, એક તમારી અંદર પણ, તો પછી આ અહ્મને હરાવશે કોણ``` ?

```જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ``` ?

```આપણા બન્નેનાં ગયા પછી, આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ``` ?

*એટલે જ*

```એકબીજાનું માન રાખો.```
```ભૂલોને ભૂલી જાવ.```
```ઈગો ને એવોઇડ કરો.```

```જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પૂરી કરો.

હું અને મારો પરિવાર સંવત્સરી મહાપર્વ, સંવત્સરી પ્રતિક્રમણ આરાધતા પહેલાં અમારાથી જાણતા કે અજાણતા મન વચન કાયાથી આપના હૈયાને ઠેશ પહોંચી હોય તો નિર્મળ હૈયાથી આપની ક્ષમા માંગુ છું.

*અંતઃકરણથી મિચ્છામી દુકકડમ*

    💞 kashish.... Rathod💞

ચાલ આજ કંઈક જોરદાર ભુમિકા ભજવી દઉં,
કલાકારી એવી દેખાડું કે સૌ આંખ ભીંજવી દઉં,

પ્રેક્ષકોના દિલ પર રાજ કરી એમને રિજવી દઉં,
પાત્ર  બનાવું વાસ્તવિક વિધાતાનેય લજવી દઉં.

રંગમચની શાન વધારી તાલીઓથી ગજવી દઉ,
પ્રેમ,નફરત,હાસ્ય રુદન ચહેરા પર  સજવી દઉં,

ગમે તેવા કઠોર ભલે ને હોય હૃદય હું ધ્રુજવી દઉં,
મારી ભૂમિકાથી અચ્છા અચ્છાને હું મુંજવી દઉં.

નફરત મળે પ્રેમ મળે કે મળે દર્દ બધું ઉજવી દઉં,
કહાણી જે હોય સમર્પિત થઈ ફરજ બજવી દઉં.

          ✍🏽હિંમતસિંહ ઝાલા

તારો  પ્રેમ જાગીરદારી,
બીજાની શું ભાગીદારી,
જીવનમાં માજા આવે,
મળશે તારી સાજેદારી,
તું મારું જીવન છે હવે,
તું મારી છે જવાબદારી,
મને તો ગુલામી મજૂર,
મંજૂર તારી  તાબેદારી,
સમર્પિત બધું મારું તને,
કદી કરું નહીં હકદારી,
એકમેકને સહાય કરીશું,
બનીશું હવે તો રાહદારી.
તું મને સમજેને  હું તને,
જરૂરી છે તો સમજદારી.
                
                  હિંમતસિંહ ઝાલા

દેશભક્તિ ગીત

    'ભારતમાતા'

ભારત મોરી માત,
અમે છીએ તારા સંતાન.

હમારા હર એક શ્વાસમાં,
માતા  તારો  છે  વાસ.

જ્યાં અનેક સંતોએ જન્મ લીધો,
એવી છે તારી પવિત્ર ભૂમિ.

ગાંધી ,સરદાર , નહેરુ,
જેણે દેશ કાજે દેહ આપ્યો.

મીરા  ,કબીર  ,તુલસી,
ભક્તિનો મહિમા ગાયો.

અહીંની હવા છે નિરાળી,
ખેતોમાં  છે  હરિયાળી.

ગંગા ,યમુના , બ્રહ્મપુત્ર,
જેવી પવિત્ર નદીઓ વહે.

તારો ,અનોખો , મહિમા,
તારી  અનોખી  સંસ્કૃતિ.

અમારા હર એક શ્વાસમાં,
માતા  તારો  છે  વાસ.

ભારત  મોરી  માત,
અમે છીએ તારા સંતાન.

                   -Nilam jadav

જેટલું જીવ્યો છું તેટલું હવે જીવવાનો નથી,
જેવું જીવ્યો છું તેવું હવે જીવવનો નથી.

સરવૈયું કાઢવા જેવું નથી જીવન નું,
જેટલું ગુમાવ્યું છે તેટલુ મેળવવાનો નથી.

હવે થાકી ગયો છું ક્યાં સુધી એકલા ચાલવાનું,
હાથ પકડીને સાથે ચાલવા કોઈ આવવાનું નથી.

કાળા વાદળો થી એવો ઘેરાયો છે જિંદગી નો સુરજ,
કે હવે હદય સુધી કોઈ કિરણ પહોંચવાનું નથી.

મરણની રાહ જોતાં જોતાં જીવવાનું છે 'રાકેશ'.
હવે પ્રેમનું અમૃત પીવડાવવા કોઈ આવવાનું નથી.

            સ્વ રચિત: રાકેશપરમાર



26/07/2020

 પ્રકૃતિગીત

ના કરશો પ્રકૃતિનો નાશ,
પ્રકૃતિની મજા નિરાળી..

અમૂલ્ય એની કિંમત,
પ્રકૃતિની મજા નિરાળી..

સુંદર સરિતા ને સરોવર,
પ્રકૃતિની મજા નિરાળી..

આપે અગણિત લાભ,
પ્રકૃતિની મજા નિરાળી..

કરે હવા શુદ્ધ ને લાવે વરસાદ,
પ્રકૃતિની મજા નિરાળી...

તેના થકી હરિયાળી ચોમેર,
પ્રકૃતિની મજા નિરાળી...

આપે મીઠો છાંયડો,
પ્રકૃતિની મજા નિરાળી...

પ્રકૃતિ વગર જીવન અધૂરું,
પ્રકૃતિની મજા નિરાળી...

ના કરશો પ્રકૃતિનો નાશ,
પ્રકૃતિની મજા નિરાળી...
        
               -Nilam jadva

હાઇકુ
(1) પ્રકૃતિ
‌‌      શોભા અનેરી
      સુંદરતા નિરાળી
       પ્રકૃતિ મિત્ર

(2) સબંધ  
      તૂટે નહીં આ
      લાગણીનો સંબંધ 
      ચેતજો જરા

(3) જિંદગી 
      વાહ !જિંદગી 
      ઘણા જોયા છે ખેલ 
       હવે શું જોવું ?

(4) હાસ્ય
      હાસ્ય છે કળા 
      મૂલ્ય છે અનેરું
      હસતા રહો

(5) મૈત્રી
      મૈત્રી કરવી
      અનેરો છે લહાવો 
      તોડશો નહીં

                    -Nilam yadav

કાંટાઓ સાથે મતભેદ થયો છે,
હવે ફૂલો નો મોહ રહ્યો નથી.

મોજા ભલે ના આવતા દરિયામાં,
હવે કિનારા નો મોહ રહ્યો નથી.

નવા નવા જખ્મ આપતા ગયા તે,
હવે ઉપચાર નો મોહ રહ્યો નથી.

કુવામાં ઉતારી  દોરડું કાપતા ગયા,
હવે તરવાનો મોહ રહ્યો નથી.

વગર બળે રાકેશ' *રાખ* 'થયો છે
હવે મરણ પછી બળવાનો મોહ રહ્યો નથી.

     -રાકેશ પરમાર 'રાખ' 
દશરથ.(વડોદરા)

જીવું છું  હું હજુ એ જ કારણે,
વળીને આવે કદી મારા બારણે.

દર્દ તારું ન દેખાયું એજ કારણે,
પુર આવ્યું હતું નયનના બારણે.

વેર વિખેર બધું થયું એજ કારણે,
પધાર્યું કોઈ બીજું તારે બારણે.

શોકનો પ્રસંગ આવ્યો એ કારણે,
મોત આવી ઉભું આજ  બારણે.

આજ સુનું સુનું લાગે એ કારણે,
ખેલી ગયું હતું કોઈ મારા બારણે,

હજુએ ગુંજે ટહુકા એજ  કારણે
કોઈ પક્ષી આવી બેઠું હતું બારણે

બાગ પણ સુકાઈ ગયો એ કારણે,
પાણી સિચનાર કોણ હતું બારણે.

હિંમત હારી ગયો છે એજ કારણે,
ફરી પગલાં ન થયા મારા બારણે.

             હિંમતસિંહ ઝાલા (બાલાસિનોર)


 જાણું ન હું કશામાં આજ બહુ છું નશામાં,
સમજાવો તો સમજીશું નહીં કોઈ ભાષામાં.

પ્રણય  બેહાલ કર્યા નથી કાંઈ સારી દશામાં,
હોશિયાર હતા તોય આવ્યા કોઈ જાશામાં.

એ બધું બરાબર કરશે ઉભો એવી આશામાં,
ઘણી થઈ પ્રતીક્ષાથી આવી ગયો હતાશામાં.

કંઈ ગમે નહિ હવે  રસ નથી મને રહ્યો કશામાં,
રાતનું જાગરણ થયું દેખાય ક્યાં તેજ ઉષામાં.

પધારવું મારે ઘર  તારા ભર્યા  કદમ એ દિશામાં,
ક્યાં નડે અંધકાર મને હું શોધી કાઢીશ નિશામાં.

હરખથી સ્વાગત કરીશ છું એવી અભિલાષામાં,
છોડે નહિ કદી હાથ મારો હિમત છે દિલાસામાં.


        -હિંમતસિંહ ઝાલા


05-07-2020

ચાલ એક આંટો બહાર મારી આવીએ,
બંધનોથી મુક્ત હવાને માણી આવીએ.

આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે ?
કોઈના દિલ સુધી લટાર મારી આવીએ.

વદ્દીને દશકા બધું છોડીને સંસારમાં,
આપણું ગણિત ખોટું પાડીને આવીએ.

આપવાની મઝા શું હોય છે એ જાણવા,
વૃક્ષ કે પછી વાદળને મળી આવીએ.

પ્રાર્થનામાં આજે હવે માંગવું કશું નથી,
બસ, ખાલી એકવાર હાંક મારી આવીએ.

શબ્દની સાધનામાં જિંદગી ઓછી પડે,
હોય એ તો, નાની મોટી ભૂલ કરી આવીએ.

હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિં,
કો’કના આંસુ લૂછી એને પલાળી આવીએ.
       
        -Ramesh patel sir IAS


વરસવા ક્યાં  અષાઢી  માસ   જોઈએ,

 વરસવા ક્યાં  અષાઢી  માસ   જોઈએ,
તરસ   છીપે   દિલમાં  પ્યાસ  જોઈએ.

આંસુ  લુછવા  પોતાનું  ખાસ જોઈએ
છુપાવવાને ગમ કોઈ લિબાસ જોઈએ

મારે ક્યાં મોટા મહેલોમાં વાસ જોઈએ,
ઝૂંપડામાં પણ તારો  સહવાસ જોઈએ.

પ્રણય પામવા રેશમી  સાહસ જોઈએ,
જીત મળે પાકી પોતાની તાસ જોઈએ.

જોખમ  ખેડાય સાચો  ક્યાસ જોઈએ
બસ જંખના  એ  જ  તું પાસ જોઈએ

                    -હિંમતસિંહ ઝાલા

જમાનો  પણ  ઘડીભર  દંગ રહી જાય છે,

જમાનો  પણ  ઘડીભર  દંગ રહી જાય છે,
જ્યારે તું ઘડીભર મારી  સંગ રહી જાય છે, 

લોકોની  વાતમાં  બહુ વ્યંગ  રહી જાય છે,
આખો પણ ઇર્ષાથી બહુ તંગ રહી જાય છે.

મિલનના એ બધા કેવા  ઢંગ રહી જાય છે,
ચહેરા પર  ખુશીઓના   રંગ રહી જાય છે.

વિરહમાં દિલના ઓરતા ભંગ રહી જાય છે,
કિસમત સાથે દિલમાં   જંગ રહી જાય છે.

હાથમાં પ્રેમની  નિશાનીના નંગ રહી જાય છે.
લખતા હિંમત હવે બહુ  અંગ  રહી જાય છે,

              ✍🏽.હિંમતસિંહ ઝાલા 

જે કહેવું હોય એ આજે જ કહી દેવું

કાલે માત્ર અફસોસ કરવાનો રહે છે ✍🏽

તું અચાનક મળી જાય,
રસ્તામાં ક્યાંક....
એવો આભાસ મને,દરેક રસ્તામાં થાય છે....!!
                   -Dilu rathod

તારી હરેક કથા નો સાર બનવુ છે,
નથી ક્યાંય અણસારમાય છતાય તારો સાર બનવુ છે....

હ્રદય મા નહી મલે વાસ તારા,
છતાય ખુણામા એક વસવાટ કરવો છે.....

આકાશે ચમકતો તારો છે તુ,
તો એની રોશની બની ઝળહળવા દે મને.....

તને મળવાનુ ભાગ્યમા નથી એ કેમ માનુ હું,
જીદ બનાવી જીવીશ આ ભાગ્યને  હું.

                    -laxman

28-06-2020


સ્વાર્થની  છે  આ  દુનિયા,

💛સ્વાર્થની  છે  આ  દુનિયા,
જ્યાં પોતાના રડાવી જાય છે...
💛દુનિયામાં જેને પોતાના માન્યા,
અશ્રુ છલકાવી જાય છે....
💛સ્નેહકેરી લાગણીથી ભીંજાવ્યા જેને,
લાગણી  દુભાવી જાય છે.....
💛જટિલ છે આ જીવન કેરો કોયડો,
જ્યાં જીવવું મુશ્કેલ બની જાય છે...
💛આપ્યો  જેને  અગણિત  પ્રેમ,
પારકા ગણી છોડી જાય છે....
💛સ્વાર્થની  છે  આ  દુનિયા,
જ્યાં પોતાના રડાવી જાય છે...
                      -Nilam jadav
ન  જાણે  કેમ આજે દુઃખ બહુ થાય છે,

💐ન  જાણે  કેમ આજે દુઃખ બહુ થાય છે,
જેને હું  ચાહું  એ મારાથી  દૂર  જાય છે.
💐તને શું ખબર હવે  દુઃખ કેટલું   થાય છે,
તારા વિના જો હવે મારો જીવ જાય છે.
💐આંખ જરા ખુલે ત્યાં શમણાં ઢોળાય છે
પ્રેમ હવે ક્યાં રહ્યો ?ક્યાં હવે મળાય છે
💐પ્રેમમાં બધાની કેવી હાલત બુરી થાય છે,
મળ્યા જરા  નહીં ને બહુ  દુરી થાય છે.
💐પ્રીત જગતમાં  ક્યાં પુરી  કોઈની થાય છે
વિરહની આગમાં જુરી પ્રેમી મરી જાય છે
💐એમના દિલમાં મારી જગા ક્યાં થાય છે,
રડું ભલે હું કેવો  એને ક્યાં દુઃખ થાય છે.
💐કોના દિલમાં શું ચાલે ક્યાં હવે દેખાય છે
હિંમત  હારી હવે મારી  આંખ  ભરાય છે
                 -   હિંમતસિંહ ઝાલા
          (ગીત)

🍁તારો ચહેરો મને બહુ ખૂબ ગમે,
તારો ચહેરો મારી આંખોમાં રમે,
🍁તારા વિના હું શૂન્ય બની જાઉં,
તને  જોઈને ધન્ય  બની જાઉં ,
🍁તારા સપના મારી આંખોમાં રમે,
તારી તસવીર મારા મનમાં  રમે,
🍁તારા આવવાની હું તો રાહ જોઉં,
તારી ખબર બધાને પૂછી  જોઉં,
🍁તારી જુદાઈનું દર્દ  જરા ના ગમે,
તારા વિના દીલને હવે કોણ ગમે,
🍁તારા દુઃખ હું કારણ પૂછી જોઉં,
તારી આંખોનું આંસુ લૂછી જોઉં,
🍁તારા વિનાની મને સાંજ ના ગમે
તારા વિના હવે કેમ સૂરજ નમે
 
                  -  હિંમતસિંહ ઝાલા
👳‍♀️
      *કચ્છી માડુ*
🥰_ધરતી ભલે રેતાળ રહી પણ,_
_જેના હૃદય હેતાળ છે..._
*એ.....કચ્છી માડુ*
🥰_ઘૂઘવતા અરબી સાગરને પોતાના બાવડાના બળથી હિલોળે ચડાવે_
*એ.....કચ્છી માડુ*
🥰_ધ્રૂજતી ધરાના કારમાં ઘા સહીને પણ વણથંભી વિકાસયાત્રા કરી જાણે_
*એ.....કચ્છી માડુ*
🥰_દેશ-દેશાવરને કર્મભૂમિ બનાવવા છતાં હૃદયમાં *મુજી માતૃભૂમિ કે નમન* નો ભાવ છે_
*એ.....કચ્છી માડુ*
🥰_હેલ્લો.. હાય.. કે બાય નહીં પણ..._
*_અચો અને અચીજા_*
_થી આવકારે_
*એ.....કચ્છી માડુ*
🥰આપ સવેઁ ને આજે
*કચ્છી નવું  વર્ષ  "અષાઢી  બીજ"
          *"નૂતન વષાઁભિનંદન"*
સંપૂણઁ વિશ્વમાં પરિવતઁન નો સમય ચાલી રહ્યો છે,
આવનારો સમય
આપને  અને  આપના  પરિવારને
*"સુખ, શાંતિ અને સમૃદ્ધિ"* 
આપનારું બની રહે એવી આપને અને આપના  પરિવારને અમારા  પરિવાર તરફથી *હાર્દિક  શુભેચ્છા....*
     વ્યાસ નિરજ અને પરિવાર ના
                  
                            - Anamika
દરવાજે ઉભો હતો રાહ જોય, પણ તું ના આવી.
🎨દરવાજે ઉભો હતો રાહ જોય, પણ તું ના આવી.
🎨દરેક શ્વાસે તારી આશા રાખી, પણ તું ના આવી.
આંખો પલળી,
દિલ બળ્યું,
છેવટે થાકી....
🎨દરવાજો બંધ કરી.. પથારીમાં પડ્યો
ત્યાં તો દરવાજે ટકોરો સંભળાયો
મને થયું ભ્રમ છે..
🎨એ હવે નહી આવે..
થોડી વારે ફરી દરવાજો ખોલ્યો તો આંગણે પગલાં એના પડ્યા હતા.
🎨એ આવી ને ચાલી ગય હતી..
'રાખ' ફરી રાહ જોઈ ઉભો રહ્યો.
    
                -Rakesh parmar
कभी ग़लतफ़हमी कभी उल्ज़ने.. अजीब फ़ासलो में रहते हो
इतना बड़ा दिल दिया है फिर भी घोसलो में रहते हो
✍🏽
આતો લખાય જાય છે દર્દ થોડું શાયરીઓની વચ્ચે
બાકી લોકો મને આજેય મારી મુસ્કાનથી જ ઓળખે છે​
✍🏽👑🙏😊
वो दोस्त बहुत मायने रखते हैं
जो वक़्त आने पर सामने आइने रखते हैं
✍🏽
फ़तवा  जारी  किया  है तुम्हारे खिलाफ हमने
अब शरारत की तो ख्वाबों से बे दखल समझो

                            ✍🏽mr.k.k.


20-06-2020
             આજકાલ
આજકાલ એમના બદલાયેલા હાલ છે,
બહું રંગીનિયત લાગે ચહેરા પર ગુલાલ છે,

પ્રશંસા શુ કરવી શબ્દો વચ્ચે બબાલ છે,
શુ એની શરમવાની અદા બહુ કમાલ છે,

શરમના શેરડાથી આજ ગુલાબી ગાલ છે,
પરવડ પણ જાખું પડે એવા હોઠ લાલ છે,

પામવાને હજારો દિલો વચ્ચે કાઈ ધમાલ છે,
લાખોના શ્વાસ થંભી જાય એવી  ચાલ છે,

મને તો કાંઈ સૂઝતું નથી બસ એનો ખ્યાલ છે,
એની હરેક અદાનો દિવાનો આજ ઘાયલ છે,

"નજર ઉઠાવીને  શું જુવે કોઈની મજાલ છે,
 "હિંમત" કરી એ આશિક આજે બેહાલ છે.

                ✍🏻હિંમતસિંહ ઝાલા


20-06-2020

   એમનેય  હતો પ્રેમ  કોણ માનશે,

 એમનેય  હતો પ્રેમ  કોણ માનશે,
હીરો હોવાનો વહેમ  કોણ માનશે.

રોજ મળવાનો નેમ  કોણ માનશે,
હૈયામાં  ઘણો હેમ  કોણ માનશે.

તરસતો ચાતકની જેમ  કોણ માનશે,
વરસતો વરસાદની જેમ  કોણ માનશે.

વહેતો પ્રેમ રક્તની જેમ કોણ માનશે,
વરસતો પ્રેમ કૃપાની જેમ કોણ માનશે.

અમે પણ ખેલી લવગેમ કોણ માનશે,
જીવન કર્યું  તું જેમતેમ  કોણ માનશે.

                     હિંમતસિંહ ઝાલા
19-06-2020

💛 तुम पर जब गुजरेगी तो तुम भी जान
जाओगे,😏
जिस तरह मैं ना भुला प्यार में उसको.. शायद 
तुम भी किसीको ना भुला पाओगे ✍🏽😕

गले की चैन भले ही थोड़ी पतली दे पाऊ


पर दिल के चैन पर कोई शिकायत नहीं होगी

✍🏽👑


💛 वक़्त रहते ही देख लो वरना
ख्वाब आॅखें बदल भी लेते हैं 
🔥✍🏽


हम अपने मन के मालिक हैं हमे अवसाद लिखना है
के हमको ज़हर पीना है और उसका स्वाद लिखना है
      🔥✍🏽


💛मैं सुर्ख़ियां नहीं बना, मैं सनसनी नहीं हुआ 

हूं फिर भी इक अहम ख़बर, मैं सबके बावजूद हूं
              ✍🏽Mr. K.K Gajjar 


  તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું, 

* તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું, 

તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છું, 

તુ જો આવીને મને સજીવન કરે, 

તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું. 

* દિવસો બદલાયા અને રાતો પણ બદલાઈ ગઈ, 

એક એક કરતા બધાની નજરો પણ બદલાઈ ગઈ, 

મળ્યા કેટલાય મોકા બદલાવાના પણ, 

તમને યાદ કરવાની આદત કદી ના બદલાઈ
         -.Aziz bhai dudwala


કોઈને પ્રેમની ખબર નથી હોતી, 

તો કોઈને પ્રેમની અસર નથી હોતી, 

બહુ થોડાને મળે છે સાચો પ્રેમ, 

પણ મળે તેને પ્રેમની કદર નથી હોતી. 

* સમય સાથે બધુજ વહી જશે, 

માત્ર પ્રેમભરી યાદો રહી જશે, 

હોઠો પર ના લાવો તો કંઈ નહીં, 

અમને ખબર છે કે દિલમાં નામ જરૂર રહી જશે.
          -Aziz bahi dudwala


* જરા આંખ ખોલો થોડી ઉજાસ મોકલું છું, 

ફુલોના રંગ તમારી આસપાસ મોકલું છું, 

ના વિચારો કે ભુલી જઈશું તમને, 

નિભાવશુ સાથ સદા શબ્દોથી વિશ્વાસ મોકલું છું. 

* વિશ્વાસની એક દોરી છે આ પ્રેમ, 

યુવાન હૈયાની આ મજબુરી છે આ પ્રેમ, 

ના માનો તો કાંઈ નથી પણ માનો તો, 

દ્વારકાધીશની પણ મજબુરી છે આ પ્રેમ.
          

           -Aziz bhai dudwala


*પાછલી બેંચે બેસતો તો એવું નોહતું કે હું ઠોઠ હતો*

*બસ છુપાઈને તારા ગાલનો ખાડો જોવાની ટેવ હતી,,!*

❣️❣️❣️ 

                -Laxman...


14-06-2020

💜રિસાઈ જવાની મજા તો ત્યાં જ આવે જ્યાં કોઈ પ્રેમ થી મનાવી લેતું હોય....,☺️

💜એક ખોબો ખુશી જોઈએ છે..
                  બસ
હોઠો પર થોડી હસી જોઈએ છે..

💜તમે સમજો છો તેટલો આ સરળ આ રસ્તો નથી,,,અને
બધા પાસેથી મળે "પ્રેમ"
પણ સસ્તો નથી 💝

💜કોઈ દિવસ એવું ના વિચારતા કે અમે તમને યાદ નહીં કરતા
રાતનો છેલ્લો અને સવાર નો પહેલો વિચાર છો તમે...🥰

💜 શુ ફાયદો રડવાનો 😢
જે પ્રેમ ના સમજી શક્યા 
    એ દર્દ ને શું સમજશે..!!!

💜ઓય પાગલ....
એટલી હદે પ્રેમ થઈ ગયો છે  કે,,,,,
શ્વાસ તારો બંધ થશે ને મોત મારું થશે...
          😘😘😘

💜બહુ જ લાચાર થઈ જાય છે એ માણસ,,,,
જ્યારે તે કોઈ ને ખોઈ પણ ના શકે..
અને મેળવી પણ ના શકે...!!!!
🖤🖤🖤

💜 પ્રેમ ક્યાં એકલો મળે છે,
તે વિરહને સાથે લઈને આવે છે !!

💜દર્દ સહન કરતા કરતા માણસ 
એ જગ્યાએ આવી જાય છે,
કે હસવાનું તો ઠીક પણ 
રડવાનું પણ ભૂલી જાય છે !!

💜લાગણીઓનું રોકાણ ખોટી જગ્યાએ ના કરશો,

આવકમાં તકલીફ સિવાય બીજું કંઈ નહીં મળે !!

                       -Azziz bhai dudwala

12-6-2020


           मोहमाया
 🍁तू रख! हिसाब रे बंदे..
 क्या खोया क्या पाया है..
 एक ईश्वर ही सत्य है।
 बाकी सब मोहमाया है।

 🍁यह क्या उलझन है। 
गणित बहुत सरल है जीवन का. तूने आज जो बोया कल वहीं पाया है। 
एक ईश्वर ही सत्य है।
बाकी सब मोह माया है। 

🍁क्या हासिल होगा तुझे ऐ मुसाफिर ? 
यहां-वहां भटक कर गुमराह बनकर तूने  यहां सब कुछ ही गवाया है। 

🍁एक ईश्वर ही सत्य है। 
बाकी सब मोह माया है। 
एक ईश्वर ही सत्य है, 
बाकी सब मोह माया है।
              -हेतल स्वामी!


12-06-2020
         
     તું જીવંત કવિતા છે.

🍫તું જીવંત કવિતા છે.
તને વાંચવાની મજા છે .
એટલે જ તો કહું છું તું 
ભૂલાય એવી નથી 

🍫તું મૌન નો અવાજ છે 
સાંભળવાની મજા છે 
એટલે જ તો કહું છું 
તું ભૂલાય એવી નથી 

🍫તું અનોખું વ્યક્તિત્વ છે 
તને જાણવાની મજા છે
 એટલે જ તો કહું છું 
તું ભૂલાય એવી નથી
        -પ્રીત લીલા ડાબર

12-06-2020

     અવરોધનું આવરણ 

અવરોધનું આવરણ હટાવી લે હવે,
બે દિલ વચ્ચેનું અંતર ઘટાવી લે હવે.

નકાબ ચહેરાના જરા હટાવી લે હવે,
અનિમેષ તાકતી નજર પટાવી લે હવે.

ઘમંડના પહેરણ જરા હટાવી લે હવે,
દિલથી સ્ફુરતા કાવ્યો રટાવી લે હવે.

શરમની ઓઢેલી ચાદર  હટાવી લે હવે,
એકમેકમાં સમાઈ ખુદને લૂંટાવી લે હવે.

"હિંમત" કરી બંધન બધા હટાવી લે હવે,
તરસ ઇશ્કની તબિયતથી મિટાવી લે હવે.

                                      હિંમતસિંહ ઝાલા


13-06-2020

         મને તું ગમી જાય

કોઈ ખૂબ ગમીને આંખમાં વસી જાય,
એની લત થઈ જાય હાલતની વાત છે.

કાંઈ કહ્યા વિના પણ સમજી જાય બધું,
દિલમાં જાગેલ  જજબાત ની વાત છે.

અમસ્તા નથી ફૂલ ખીલતા મ્હોંબતના,
એતો મોસમની મહેરબાનીની વાત છે.

ઉજવાય પ્રણયના પ્રસંગ ધામધૂમથી,
એતો હૈયામાં ઉમળતા ઉમળકાની વાત છે.

મુશ્કેલ બહુ કોઈનો સાચો પ્રેમ પામવો
મળ્યો તો સમજો બહુ કિસ્મતની વાત છે

દિલની લાગણી કહી દે બેધડક એને,,
એતો એકરાર કરવો" હિંમત"ની વાત છે.
           

                           હિંમતસિંહ ઝાલા


05-06-2020



* કોઈને પ્રેમની ખબર નથી હોતી, 

તો કોઈને પ્રેમની અસર નથી હોતી, 

બહુ થોડાને મળે છે સાચો પ્રેમ, 

પણ મળે તેને પ્રેમની કદર નથી હોતી. 

* સમય સાથે બધુજ વહી જશે, 

માત્ર પ્રેમભરી યાદો રહી જશે, 

હોઠો પર ના લાવો તો કંઈ નહીં, 


અમને ખબર છે કે દિલમાં નામ જરૂર રહી જશે.

                                   -Azizbhai dudwala

05-06-2020
     
              પહેલું ટીપું...
ભાવ અત્તર નો આજે ઉતરી ગયો..,


જ્યારે વરસાદનું પહેલું ટીપું... માટી માં ભળી ગયું....!!!
                                  
                                       -@lpesh....



05-06-2020


Tu mane male ane hu tane kahu


💙જીંદગી તુ મળી છે,
 લાવ તને માણી લઉ...

 પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ...

 અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ...

 સૌના દિલમાં રહી,
 લોકો યાદ કરે એવુ હું જીવી લઉ...


💙ગજબનું યુધ્ધ થાય છે,
તારી યાદોને લીધે..!
આંખો કહે છે...સુવા દે..!
દિલ કહે છે...જાગવા દે..!


💙બિંદુ A બિંદુ B ને છેદે એવુ ગણિત હુ જાણતો હતો
પરંતુ તારું દિલ મારા દિલ ને છેદે આ અભ્યાસક્રમ બહારનો સવાલ હતો …

💙તાવડી પર ધૂળ ચડતી જાય છે,
ઝૂંપડી માટીમાં ભળતી જાય છે. 

ભૂખથી ભૂંડી તો સમજણ નીકળી, 
મોતની વાતોય ગમતી જાય છે. 

એક વિધવા મા બીજું તો શું કરે ?

ધીમેધીમે બાપ બનતી જાય છે.


      -Aziz bhai dudhwala

04-06-2020


*અછાંદસ*

             💦     *બુંદ*      💦
*હું એક બુંદ છું... હા હું એક બુંદ છું.*

ઊંચેથી પછડાતા ઝરણામાં અભેદ,
કલકલ વહેતી નદીના વહેણમાં રહેલ.
       ...હા હું એક *બુંદ* છું.

શાંત મજાના સરોવરમાં હસતી,
સાગર છીપના મોતીરૂપે વસતી.
       ...હા હું એક *બુંદ* છું.

સ્વાર્થની આંધળી દોટમાં ન વેડફો મુજને,
આવનાર પેઢી તરસતી પેઢી પૂછશે તુજને.
           ...હા હું એક *બુંદ* છું.

કાં વેડફી રહ્યા મુજને શાશ્વત ને
શુધ્ધ રૂપમાં જરા સિમિત છું
હા હું એક *બુંદ* છું.
        ...હા હું એક *બુંદ* છું.

મૃગજળ કેમ બુજવશે તારી પ્યાસ,
કાયમ રહેશે તુજને મારી જ પ્યાસ.
     ...હા હું એક *બુંદ* છું.

શરૂઆત તો કર મને સંકેળલવાની 
@અસ્તિત્વ ખોતી રહી છું હું હરપળ,
      ....હા હું એક *બુંદ* છુ.
               

                             ✍ *તિતિક્ષા(jigs)*

                          *જિજ્ઞાસા એમ ત્રિવેદી*

04-06-2020

                    નયન
નયન રાતાને લાલચોળ લાગે છે,
તૂટેલા શમણાંઓનો ભાર લાગે છે.

ચહેરો આમ બહુ ઉદાસ લાગે છે,
બહુ ખોટ ખાધેલ વ્યવહાર લાગે  છે.

બદલાયેલી આપની ચાલ લાગે છે,
નસીબનો ખાધેલ બહુ માર લાગે છે.

સંભળાતા વેદનાના સુર લાગે છે ,
કોઈ હૈયાના તૂટેલ  તાર લાગે છે.

પ્રણયની રાહ તલવારની ધાર લાગે છે ,
"હિંમત" જ પ્રેમની સારવાર લાગે છે.


                     -હિમતસિંહ ઝાલા



03-06-2020

               અકબંધ છે

પુષ્પ કોઈ ચૂંટી  ગયું,
સુગંધ હજુ અકબંધ છે.

દર્પણ ભલે ફૂટી ગયું,
દ્રશ્ય હજુ અકબંધ છે.

હૈયું કોઈ  લૂંટી ગયું,
લાગણી હજુ અકબંધ છે

દિલ કોઈથી તૂટી.ગયું,
સબંધ હજુ અકબંધ છે.

ધન ભલે ખૂટી ગયું,
દાતારી હજુ અકબંધ છે.

વસ્ત્ર ભલે ફાટી ગયું,
ચારિત્ર્ય હજુ અકબંધ છે.

અક્ષર કોઈ ઘૂંટી ગયું,
ભણતર હજુ અકબંધ છે.

મેદાન ભલે છૂટી ગયું,
"હિંમત"હજુ અકબંધ છે.


                        -હિંમતસિંહ ઝાલા


30-05-2020

              તારે જાતે આવું પડશે.

Trucaller thi કોન્ટેક નંબર કદાચ તું શોધી લઈશ. 
પણ કોપીને વાત કરવા માટે તો તારે રૂબરૂ જ આવવું પડશે. 

ગુગલ મેપમાં કદાચ મારુ લોકેશન ટુ જોઈ શકીશ..
પણ ખભે રાખવા હાથ ! તો  તારે ચાલીને ખૂબ જ આવવું પડશે.

whatsapp પર કલાકો સુધી વિડિયો કોલ તો કરી શકીશ..પણ ઘરે મળવા તો રૂબરૂ જ આવવું પડશે..

હાથ પકડીને કદાચ તું ચાલી શકીશ..
પણ ડોળી લઈને તો તારે ઘરે જવું પડશે 

અને હા મને ખબર છે કે તને ખભા ઉપર માથું મૂકવું બહુ ગમે છે. પણ દિલથી દિલ મેળવવા માટે તો તારે ડોલીમાં આવવું પડશે.

આમ તો હું રહ્યું આકાશ અને તું રહી ધરતી પણ એકબીજાને મળવા માટે તો વરસાદ બની ને આવું જ પડશે.

ચાલ જવા દે હવે બીજુ બધુ પછી લખીશ પણ હા એ વાંચવા માટે તો  તારે જાતે આવું પડશે.

      -Siddik sheikh and Dr. Meghna
              " hu ane tu "

27-05-2020

હાઇકુ 


(1)  આશા 
      વધતી આશા 
   ને‌ ઘટતી નિરાશા
     છે આ જીવન

(2)  માનવ
       નથી માનવ
      નિરાશાનુ પૂતળું
          પ્રભુનો દાસ

(3)  જીવન  
      ઘડીક સુખ 
    વળી ઘડીક દુઃખ
     આ છે જીવન 

(4) દીકરી
     દીકરી મારી
   છે આશા થી ભરેલી
      લાડકવાયી

(5) કોરોના
     કોરોનારૂપી 
   વૈશ્વિક મહામારી
   પ્રભુનો  કોપ

(6) પુસ્તક
    આ છે પુસ્તક
  સુખ દુઃખનો સાથી
    પરમ મિત્ર

(7) લાગણી
   કોણ સમજે
 લાગણીની કહાણી
  દુઃખોથી ભરી

(8) માં
    વંદન તને
  અજોડ તારું રૂપ
   મા, તારી કૃપા

(9) મિત્ર
    ઢાલ સરીખો
  મિત્રના દર્શનથી
   ઠરે દુઃખડા

(10) શાળા
   ખોવાઈ શાળા
 દુર્લભ ‌ભાસે આજે

   તારું દર્શન

Jadav Nilam Mem (DAHOD) 

26-05-2020

-જે સાચું અને સારું કહી શકે,

એ ક્યારેય લોકપ્રિય ના થઇ શકે !


-સંબંધો મારી જોડે સાચવવાના છે, તો પછી વિશ્વાસ ગામ ની વાતો પર શું કામ કરવો ?
             - Valand Jayendrakumar G
Borpani Varg 1 Hirola Pri. School Snjeli

25-05-2020

એ....

સાદગીથી સજ્જ થઈ સામે આવી,
આજ સુંદર સંધ્યા છે કે એ ?
મેઘધનુષના રંગ ફેલાય આકાશમાં,
રંગ કુદરતના કે ઉછીના રંગ દે છે એ ?
રોશન થાય છે આકાશ રોશનીથી
ચમકે છે વીજ કે પલકો જબકાવે છે  એ ?
આજ ચારે કોર બસ લીલુછમ,
પ્રકૃતિએ ઓઢી ચાદર કે પાલવમ ઓઢે એ ?
આજ વાતાવરણમાં અજબનો છે નશો,
પ્રકૃતિ ખીલી કે યૌવનમાં પગલાં માંડે છે એ
આંખ સામેથી સરી ગઈ ઘડીકમાં
વહેતુ ઝરણું છે કે હરણી એ ?
આંખ સામેથી ઓઝલ ન થાય,
સપનું હતું  કે હકીકત હતી  એ

                            -- હિંમતસિંહ  ઝાલા ✍🏼

🌹મારી રચના🌹    
  
ક્યાં જોઈએ છે? મુજને  ધનદોલત
 કે ક્યાં જોઈએ છે? મોટો ખજાનો,
બસ ખોલીને હૈયું વાત કરી શકુ
જોઈએ છે એવો માણસ મજાનો
તૂટ્યું હોય ભૂલથી હદય જો તારું
દીધો છે હક્ક તને કરવાને સજાનો
પધારવું છે  તારા અંતરના ઓરડે
બસ છે ઇન્તજાર  તારી  રજાનો
બનીને દેવી વસી ગઈ તું મુજ અંતરમાં
કરવાને પૂજા સજાવ્યો છે થાળ પૂજાનો
"હિંમત"કરી જીવું છું આ ડરના માહોલમાં
 કરશે યાદ આ લોકમાં હતો માણસ મોટા ગજાનો

                     હિંમતસિંહ  ઝાલા ✍🏼

24-05-2020




                                  -Siddik sheikh
                                       "હું અને તું"


24-05-20020
                   પાનખર
પાનખર મા લીલું પાન બની ને આવે છે....
જે તપતા  રણ  મા મૃગજળ બનીને આવે છે.....
જે  અમાવસ ની રાત્રી પન ચાંદ જોયા નુ સ્વપ્ના બનીને આવે છે...
જે  આંખ બંદ થયાં પછીનું સ્વપ્ન અને  આંખ ખૂલ્યા પછીનું સત્ય બનીને  આવે  છે....
જે વાદળ વગર મન  મંદિર  ને ભીંજવવા  વરસાદ બનીને આવે છે...
જે ભગવાન પાસે માંગેલ બધી.જ પ્રાથના ના  ફળ  સ્વરૂપ આશિરવાદ  બનીને આવે છે...
જે  શુ  નામ  આપું  એ  પ્રેમ  ને  જે  કદી  ના  મળીને  પણ  અમર  કથા  બની  છે..
 જે કૃષ્ણ  અને  રાધા નો  પ્રેમ  કહો  કે  મીરા  ની  ભક્તિ 
શુ  નામ આપું  એને કે  જે  પ્રેમ  રાધા  ને મળ્યો કે  ભક્તિ  જે  મીરા  ને  મળી  કે  પછી જીવનભર  નો  સાથ  જે  રુક્મણી  ને  મળ્યો 
તુજ  કે  કૃષ્ણ  શુ  નામ  આપું ......

                            -નિતાદેસાઈ (અમદાવાદ)



22-05-2020
                  ગઢની વેદના..

આજ અજેય ગઢ ઈડરીયો,
કોરોનાની જાળમાં ફસાઇ ગયો..
એને ભરોસો હતો માણસનો,
ફરી ફરીને એ તોડી ગયો..
માણસાઇ તો હવે નેવે ચડી,
બની મોટો જોને ખોટો થયો..
નિયમ ચડ્યો ફકત કાગળીએ,
લોકડાઉનની ધૂળધાણીએ ફર્યો..
આ ભણેલો સાચો અભણ બની,
વિદ્ધવાન પણ આજ ડોઢડાહ્યો ઠર્યો..
પોતાને ગણે છે એ તિસમારખાન,
આ કોરોના છે ભૈ ક્યાં કોઈનો હતો ને ક્યા કોઈનો થયો..
સમય હવે રહ્યો નથી તોય થોડો માંગુ છુ,
ઘરમાં જ રહોને ભૈ, તુ શુ ભગવાનથી એ મોટો થયો
??


                           નિરવ'નરસિંહ પ્રજાપતિ


22-05-2020

  ઓળખવું છે તને બહુ નજીક છે

જાણવી છે તને ખૂબ કરીબ થી     
      આમ વાતને  છુપાવ નહીં
નિહાળવી  છે તુજને મનભરીને
     આમ જાતને છુપાવ નહીં

થોડી શું કાંઈ કરી શરારત
          આમ આંખડીને ભીંજાવ નહીં
મરી જાશે તારા ઇશ્કનો દિવાનો
         આમ  બલમથી ખીજાવ નહીં

નમક લઈને બેઠા છે લોક
        આમ ઝખમને બતાવ નહીં      
હૈયુ મારું ભારેલ અગ્નિ
         આમ દિલને  દજાવ નહીં

આવવું છે તારી ખૂબ કરીબ 
       આમ દૂર ભગાવ  નહીં
અગર તોડવું જ હોય દિલ
       આમ મહોબ્બત જગાવ નહીં

સાંભળવી છે વેદનાની હકીકત
        આમ ટૂંકમાં પતાવ નહીં 
હિંમત ન હોય સાંભળવાની જેને
        આમ હકીકત બતાવ નહીં
        
                              - હિમતસિંહ બી.ઝાલા 
                          બાલાસિનોર જી.મહીસાગર
                            પ્રાથમિક શાળા વિશ્રામપુરા
                               
                                   

22-05-2020
   
          તારી નજીક

જાણવી છે તને ખૂબ કરીબ થી     
        આમ વાતને  છુપાવ નહીં
જોવી છે મનભરીને
     આમ જાતને છુપાવ નહીં

થોડી શું કાંઈ કરી શરારત
          આમ આંખડીને ભીંજાવ નહીં
મરી જાશે તારા ઇશ્કનો દિવાનો
        આમ  બલમને  સતાવ નહીં

નમક લઈને બેઠા છે લોક
        આમ ઝખમને બતાવ નહીં      
હૈયુ મારું ભારેલ અગ્નિ
         આમ દિલને  દજાવ નહીં

તૂટવાનો ડર હોય અંતરમાં
       આમ દિલને લગાવ નહીં
આવવું છે તારી ખૂબ કરીબ 
      આમ દૂર ભગાવ  નહીં

સાંભળવી છે વેદનાની વાત
     આમ ટૂંકમાં પતાવ નહીં 
હિંમત ન હોય સાંભળવાની જેને
         આમ હકીકત બતાવ નહીં
     

                 ✍🏻હિમતસિંહ ઝાલા


22-05-2020

              "નિર્દોષ પ્રેમ"

"કામિની સાંભળે છે?" છાપું વાંચતા કેયુરે નાસ્તા બાદ કામને આટોપવા મથતી પતંગિયાની જેમ એક કામ થી બીજે કામ તરફ ભાગતી કામિનીને  સંબોધીને કહ્યું.

"હા, બોલો ને"  શું કહો છો ? કહેતી કામમાં જ ધ્યાન રાખતી નજીક આવીને બોલી.

"આજનું છાપું વાચ્યું??"

"ના,  રવિવારે અને છાપું? "

સોમવાર થી શનિવાર સુધી તો રોજ સવારે જ છાપું વાચી લઉ છું,  પણ રવિવારે નોકરી એ રજા ને છાપાને પણ.  મોટા ભાગે તો એવું જ બને છે. 

"કેમ કાંઇ ખાસ છે, આજના છાપામાં? "

"આમ તો કાંઇ ખાસ  નથી" પણ પૂતૅિમાં એક લેખકે નિર્દોષ પ્રેમની સરસ વાત કરી છે. તે વાંચી ને વિચાર આવે છે કે આવો પ્રેમ ખબર નથી ક્યાં ખોવાઈ ગયો છે ??

ક્યાંય જોવા જ મળતો નથી હવે. 

આટલું સાંભળતા જ વાતમાં રસ જાગ્યો હોય તેમ કામિની કેયુરની  સામે પોતાની જગ્યાએ બેસી ગઈ, ને બોલવા લાગી કાલનો એક અનુભવ કહું??!!

 કાલે મારા વર્ગમાં એક વિદ્યાર્થીની પેન્સિલ લઈ ન હતી આવી તો આજે જ નવી જ પેન્સિલ ખરીદીને આવેલા એક વિદ્યાર્થીએ તેના  બે ટુકડા કરી તેને અડધી પેન્સિલ આપીને કહ્યું,  લે હવે લખ.

 આવો બીજો એક અનુભવ છેલ્લા અઠવાડિયામાં જ થયો હતો  એક બાળક નાસ્તો લાવ્યો ન હતો , તો બધા જ બાળકો ભેગા બેસી નાસ્તો કરવા બેઠા ત્યારે તેમણે તે બાળકને પણ નાસ્તો આપ્યો,. નવાઈની વાત તો એ છે કે સૌથી વધારે નાસ્તો તેને ખાવા મળ્યો. અને તે ખૂબ જ ખુશ થઈ ગયો. 

આ બંને વાત મેં એટલે  કહી કે, પ્રેમ ક્યાંય ખોવાઈ ગયો નથી. બસ, તેમાં હવે ઉંમર સાથે સ્વાથૅવૃત્તિ  વધતી જાય છે. બીજું કાંઈ નથી.  કુદરત તો પ્રેમ ભરપૂર આપે જ છે, એને તો કોઈ ખોટ નથી રાખી પ્રેમ આપવામાં..

આટલી વાત પૂરી કરીને કામિની પોતાના ઘર કામમાં લાગી ગઈ.  પણ કેયુર હજુ પણ એ  "નિર્દોષ પ્રેમ ક્યાં જોવા મળે એવા વિચારમાં ખોવાઈ ગયો. 

કાસ  બાળકો જેવા  નિર્દોષ  મોટા થયા પછી પણ રહેવાતું હોત।।।  કાસ..... કાસ....
          - Dharatiben patel
       Devpar(yax) primary school 

     Ta- Nakhtrana, kutch


20-05-2020
       
      બનીશુ અમે કોરોના વોરિયર્સ......

💐બનીશુ અમે કોરોના વોરિયર્સ,
          કોરોના રૂપી જંગ  જીતીશું  
💐લડી રહ્યું છે વિશ્વ આજે,
           કોરોના રૂપી મહામારી  સામે.
💐હાફી રહ્યા છે લોકો આજે,
           આ ભયાનક બીમારીથી.
💐કોરોના વોરિયર્સ બનીને,
            ઝૂમી રહ્યા છે ડોક્ટર ,પોલીસ.
💐સલામ છે એમની હિંમતને,
             નમન છે એમની બહાદુરીને.   
💐જાનનું જોખમ ખેડીને,
              બચાવી રહ્યા છે વિશ્વને.
💐છે  ભૂમિકા  અનેરી,
               નર્સ , સફાઈકર્મીઓની.
💐ભૂલશે  નહિ જગત,
                    બલિદાન કોરોના વોરિયર્સનું.  
💐આવશે રોનક લોકોમાં,
                હરિયાળી છવાશે  દેશમાં.
💐કોરોના રૂપી જંગ જીતીને,
                હરાવીશું આ મહામારીને.
💐બનીશું અમે કોરોના વોરિયર્સ,
                કોરોના રૂપી જંગ જીતીશું..

    જાદવ નીલમબેન ઇશ્વરભાઇ
    દેસાઈવાડા પ્રાથમિક શાળા   ,દાહોદ.



20-05-2020

       *શાળા ગીત*

💐બાલુડા આવજો હો...
આ નાનકડી નિશાળ માં..

💐તમ વિના ઝુરે પ્રાંગણ...
ને આ પા પા પગલી...

💐ક્યાં ખોવાઈ ગયા ફુલડા..?
અને આ કિલ્લોલતી ટોળી...?

💐બાલુડા આવજો હો....
આ નાનકડી નિશાળ માં..

💐સાદ કરે આ બગીચાનો માળી... 
અને આ રમકડા ની પેટી..

💐શોધે છે તમને આ મણકા ઘોડી.. 
અને જ્ઞાન કેરી પોથી...

💐હસતા, રમતા, ગાતા, 
નિત્ય કાલું ઘેલું બોલતા....

💐બાલુડા આવજો હો.....
આ નાનકડી નિશાળ માં..

-જાદવ નીલમબેન ઇશ્વરભાઇ
દેસાઇવાડ પ્રાથમિક શાળા(દાહોદ)


18-05-2020

        *મારે તો બસ એટલું જ કહેવું છે*
 મારે તો બસ એટલું જ કહેવું છે કે વર્ષો સુધી તારા 💜 દિલમાં રહેવું છે.
કાનના "કુંડળ" બની તારા "કાન" માં રહેવું છે.
પગની "પાયલ" બની તરફ "પગ" માં રહેવું છે.
ચહેરાની "મુસ્કાન" બની તારા "ચહેરા" પર રહેવું છે.
માથા નું "સિંદૂર" બની તારી "કપાળ" રહેવું છે.
મારે તો બસ એટલું જ કહેવું છે કે વર્ષો સુધી તારા 💜દિલમાં રહેવું છે
હૃદયની "ધડકન" બની તારા "હૃદય" માં રહેવું છે.
ઓ યાર સાંભળ તો ખરી મારે તો બસ એટલું જ કહેવું છે કે વર્ષો સુધી તારા દિલમાં💝 રહેવું છે.
                              -Siddik sheikh(sid..!)
                                  "હું અને તું"


18-05-2020


        ( 2 )   ગીત-"ગ્લોબલ ગીત-ધરતીના આંસુ"
(રાગ- આંધળી માં નો કાગળ)

ઉપરે આભ આગ વરસાવે,
નીચે ધરા આંસુ વહાવે... (૨)
            ઝેર ભરેલા વાહન આતો
            જોને લઇને જાય...(૨)
            ભૂલી ધરાની વેદના આતો,
             મનમાની કરે જાય..
                       ઉપરે આભ આગ વરસાવે...
             વૃક્ષો કાપે, મીલો બનાવે
             આભે ઝેરના ઝેર...(૨)
             વાદળ ક્યાંથી તન ભીંજાવે,
             વરસે આગનાં ઢેર..
                      ઉપરે આભ આગ વરસાવે...
             હીમ પીગાળે ધ્રુવો બેઉનાં,
             ડૂબાડે ધરાના દેહ.. (૨)
             માનવ ક્યાં જઇ પાક પકવશે,
             ઠેર-ઠેર મીઠાનાં ખેત..
                      ઉપરે આભ આગ વરસાવે...
             સ્વાર્થ ઘેલુડો માનવ આજે,
             ભૂલ્યો ભોમની મ્હેર..(૨)
             'નિરવ' વાતો સમજો શૂરા,
              નહીં તો કુદરતનો ક્હેર..
                      ઉપરે આભ આગ વરસાવે...


'નિરવ'નરસિંહ પ્રજાપતિ
ખુદરા પ્રા.શાળા, સી.આર.સી.-કેશરપુર,
તા-સીંગવડ, જિ-દાહોદ
મો-9638426780


18-05-2020

                    ( 1 )     તારા વગર 
💙કેમ લાગી રહી છે આ અધૂરી જીંદગી તારા વગર ?
💙જેમ રાત ના ખાલી લાગે છે આકાશ ચાંદા વગર..!
💙બધું જ હોવા છતાં પણ કેમ આવું લાગે છે.?
💙જાણે કશું જ નથી મારી પાસે મારું "મન" કેમ કરે છે એવા સવાલ.?
💙જેના જવાબ નથી મારી પાસે . કેમ લાગી રહી છે આ અધૂરી જીંદગી તારા વગર ?
💙જિંદગી "જીવી" લેશે તારા વગર એ વિચાર્યું હતું. પણ કેવી રીતે જીવી લઇશ એ નતું વિચાર્યું.
💙હું ખુદ પોતાની જાતને દૂર થઇ રહી છું એવું લાગી રહ્યું છે હવે મને.
💙ભીડની વચ્ચે ઉભી રહી છું તો એકલો કેમ લાગી રહ્યું.?
💙એટલો ખાસ હિસ્સો હતો તારા સમયમાં.....
💙કે હવે તારા વગર સમય અધુરો મને કેમ લાગી રહ્યો છે.?
💙કેમ લાગી રહી છે આ અધૂરી જીંદગી તારા વગર ?
                                                      -ડોક્ટર મેઘા

3 comments:

  1. Replies
    1. સ્વ રચિત ગઝલો કાવ્યો મુકવા વાંચવા માટે ઉત્તમ સ્ટેજ

      Delete

std 6 7 8 vigyaan pryog

  NCERT BOOK SCIENCE STD- 6 TO 8 PRAYOG AND PRAVRUTTI LIST ➠  STD- 6  SCIENCE  PRAYOG LIST  CLICK HERE ➠   STD- 7  SCIENCE  PRAYOG LIST  CLI...