સમગ્ર શિક્ષા બી.આર.સી ભવન દાહોદ દ્વારા *રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન* અંતર્ગત *અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ :2022* નું આયોજન કરવામાં આવ્યું.
આજરોજ બી.આર.સી ભવન દાહોદ ખાતે માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુરભાઈ પારેખ સાહેબના અધ્યક્ષ સ્થાને *રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન* અંતર્ગત *અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ :2022* નું આયોજન કરવામાં આવ્યું. હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા અને પ્રેરક માર્ગદર્શક* તરીકે ઓલ ઇન્ડિયા રામાનુજન મેસ્થ ક્લબના *ચેરમેનશ્રી ચંદ્રમૌલી જોષી* સાહેબ દ્વારા દાહોદ તાલુકાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકોને ગણિત વિષયની પાયાની બાબતો, ગણિત વિષયના પાયાના સિદ્ધાંતોની સાથે સાથે ગણિત વિષય કેટલો સરળ છે તે વિષે જુદા જુદા ઉદાહરણોથી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.ક્લાસરૂમ શિક્ષણ સિવાય વિદ્યાર્થી ઘરે રહીને પણ ગણિતને સરળતાથી શીખી શકે તે માટે ખૂબ ઓછા ખર્ચે નિર્માણ કરેલ ગણિત કીટના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.શ્રી જોશી દ્વ્રારા ઓલ ઇન્ડિયા રામાનુજન મેસ્થ કલબ અને નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ સાઈન્ટિસની વિવિધ પ્રવુતીઓથી તાલુકાના શિક્ષકોને માહિતગાર કરવાની સાથે તેઓ આ પ્રવુતિઓ ભાગીદાર કેવી રીતે થઈ શકે તે અંગે માહિતી આપી હતી.શિક્ષકશ્રી જીજ્ઞેશ સંચાણીયા દ્વારા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાનના મુખ્ય હેતુઓ ની વિશેષ માહિતી પી.પી.ટીના માધ્યમથી પૂરી પાડવામાં આવી હતી.સાથે સાથે કોમલબેન ઠકકર અને મિરલ ભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ તાલુકાની શાળાઓમાં કાર્યરત ગણિત વિજ્ઞાનના શિક્ષકો માટે વર્ષ દરમિયાન કરી શકાય તેવી પ્રવુતિઓ માટે કેલેન્ડર નિર્માણ કરવામાં આવ્યું હતું. આજના સેમિનારમાં *નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ સાઈન્ટિસ* ના *સેક્રેટરી શ્રી કૃતાર્થ જોષી* દ્વારા ગણિત વિશેની સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી.કાર્યક્રમમાં *અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુરભાઈ પારેખ* સાહેબ દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગણિત વિષયના શિક્ષકોની ભૂમિકા અને વિદ્યાર્થીના ઘડતરમાં પાયાના સ્થાન તરીકે ગણિત વિષયની જરૂરિયાત વિષે માહિતી સભર ઉદબોધન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યકમ બી.આર.સી ભવન દાહોદ ટીમ બી.આર.સી દાહોદના આયોજન હેઠળ સંપન્ન થયો હતો.
.
No comments:
Post a Comment