HEARTLY💞 WEL COME YOU💐IN MY BLOG....નમસ્કાર.."વહેતું ઝરણું" એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપનો પ્રતિભાવ અને સૂચનાઓ આવકાર્ય છે

Tuesday, January 25, 2022

દેશપ્રેમ અને બંધારણ

 



દેશપ્રેમ અને બંધારણ

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ, મતલબ પ્રજા નું રાજ, દિલ્લીમાં જયારે આ દિવસ પહેલી વાર ઉજવાયો હશે ત્યારે કેટલો હર્ષોઉલ્લાસ હશે. આટલી લાંબી એકહથ્થું સતા બાદ પ્રજા ના હાથમાં સતા કેટલું ક્રાંતિકારી પરિવર્તન ગણાય. જોકે પ્રજા ત્યારે અને અત્યારે પણ પ્રજાસત્તાકનો વાસ્તવિક મતલબ સમજી હોય એવું લાગતું નથી.


હાલ આઝાદીના એટલા વર્ષો બાદ પણ આપણો દેશપ્રેમ બે દિવસ પૂરતો જ મર્યાદિત રહી જાય છે. એનું મુખ્ય કારણ છે આપણે બંધારણ ને આત્મસાત નથી કરી શક્યા. બંધારણને આત્મસાત કરવું એટલે બંધારણ જાણવું, સમજવું અને એને વ્યવહવાર માં એના સુચનોનું પાલન કરવું. 

બંધારણ ના રચનાકાર ડો.આંબેડકરે જયારે બંધારણની રચના કરી ત્યારે આ દેશ ના બૌદ્ધકાળ થી સ્થાપિત નૈતિક મૂલ્યો જેવા કે સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, બિનસાંપ્રદાયિકતા, માનવતા ને ધ્યાને રાખ્યા, આજ મૂલ્યો આપણે ને અશોક ના શિલાલેખો માં પણ જોવા મળે છે જેના ઉપર વિશાળ મોર્ય શાસન ચાલતું હતું. કોઈ જાતિ ધર્મ કે લિંગ ના ભેદભાવ વગર દરેક નાગરિક ને સમાન અધિકાર આપતું બંધારણ એ રાષ્ટ્ર નો પવિત્ર દસ્તાવેજ છે.


અહીં બંધારણ માં ઉલ્લેખીત ખાલી હકો અને ફરજો પૂરતી જ વાત કરીએ. તો દરેક નાગરિકનું એ કર્તવ્ય છે કે બંધારણ માં નાગરિકો ને આપેલા હકો પ્રત્યે જાગૃત બનેં અને બંધારણ માં નિર્દેશિત ફરજો નું પાલન કરે.


બંધારણ ના 22 ભાગો પૈકી ભાગ 3માં મૂળભૂત હકો (fundamental rights) નો ઉલ્લેખ છે. ભારત રાજ્યો નો સંઘ હોય, કોઈ રાજ્ય આ મૂળભૂત હકો રદ કરી શકતું નથી. એમાં સમાવીષ્ટ છે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક અને સંસ્કૃતિ અને શૈક્ષણિક હક અને બંધારણીય ઈલાજોનો હક.

દુનિયાનું કોઈ રાષ્ટ્ર સમાનતાના પાયા વગર સંગઠિત રહી શકતું નથી, જયારે આપણા બંધારણે આપણે ને માત્ર જાતિ કે ધર્મભેદ વિરુદ્ધ જ સમાનતા આપી નથી એથી પણ એક ડગલું આગળ લિંગભેદ એટલે સ્ત્રી પુરુષના ભેદભાવ સામે પણ રક્ષણ આપ્યું છે. આ હકપ્રાપ્તિ થી ભારતનો દરેક નાગરિક પોતાનું આત્મસન્માન જાળવી શકે છે. બસ એવી જ રીતે જોઈએ તો સ્વતંત્રતા વગર કોઈ રાષ્ટ્ર વિકસિત થઈ શકતું નથી એ હક દ્વારા ભારતનો નાગરિક વાણી, વિચાર અને લેખનની સ્વતંત્રતા ભોગવી શકે છે જે એના સર્વાંગી વિકાસમાં સહાય રૂપ બને છે. ભારત વિવિધતા ભરેલો દેશ હોય અને અહીં ઘણા ધર્મ સંપ્રદાયો અસ્તિત્વ માં હોય બંધારણ એ દરેક ને પોતાના ધર્મ ને પાળવા નો અધિકાર આપવામાં આવ્યો છે. આવી જ રીતે સાંસ્કૃતિ હકમાં વિવિધતા ભરેલી સંસ્કૃતિ ધરાવતા સમુદાયો પોતાની શૈલીનું રક્ષણ મેળવી શકે છે. શોષણ સામે રક્ષણ માટે પણ બંધારણ માં પાયા ની જોગવાઈ કરવામાં આવી છે. છેલ્લે બંધારણીય ઈલાજોનો હક જેમાં મૂળભૂત હકો ના રક્ષણ માટે કોઈ વ્યક્તિ ઉચ્ચ ન્યાયાલય માં અરજ કરી ન્યાય મેળવી શકે છે. જેને ડો. આંબેડકરે 'બંધારણ નો આત્મા' કહ્યો છે.


વાસ્તવ માં આ હકો વૈશ્વિક સ્તરે માનવસભ્યતા ની પાયાની જરૂરિયાતો નું પ્રતિનિધિત્વ કરે છે અને વિશ્વ સમુદાય ને એક આદર્શ રાષ્ટ્ર કેવું હોવું જોઈએ એનું ઉદાહરણ પૂરું પાડે છે.


એવી જ રીતે ફરજો ની વાત કરીએ તો રાષ્ટ્ર ના નાગરિક નોં સર્વાંગી વિકાસ કરતા હકો સામે નાગરિકે નિભાવવી પડતી ફરજો જે 42માં સુધારા તરીકે 1976માં બંધારણ માં સામેલ કરવા માં આવી. 

એ છે બંધારણ ને વફાદાર રહેવાનું રાષ્ટ્રીય પ્રતીકો નું માં સન્માન જાળવવાનું ખાસ કરી ને રાષ્ટ્રીય તહેવારો બાદ ઉલ્લાસ ભેર લગાવેલ રાષ્ટ્રધ્વજ નું અપમાન ન થાય એની તકેદારી રાખવી.

આઝાદીની લડાઈ ને પ્રેરિત કરનાર આદર્શો ને અનુસરવા અને રાષ્ટ્રની એકતા અખંડિતા જાળવવી, જેમાં ઊંચ નીચના ભેદભાવ કે ધાર્મિક ઉન્માદ થી ઉપર માત્ર રાષ્ટ્રની પ્રગતિ માટે સમર્પણ ભાવનાને પ્રધાનતા આપવી જોઈએ.

રાષ્ટ્રના રક્ષણ અને રાષ્ટ્રીય સેવા બજાવવા ની ભાવના જેમાં કુદરતી આફતો કે વિકટ પરિસ્થિતિના નિર્માણ પ્રસંગે આપણી નૈતિક ફરજ બજાવવી જોઈએ.

જાહેર મિલ્કતોનું અને આસપાસના પર્યાવરણનું રક્ષણ કરવું.


ફરજો માં ખાસ ફરજો છે સ્ત્રીઓ ના ગૌરવ ને અપમાનિત કરે એવા વ્યહવાર ત્યજવા અને વૈજ્ઞાનિક અભિગમ, માનવતા અને જિજ્ઞાસા વૃત્તિને કેળવવી.

ભારતીય જનમાનસ સમાન્યતઃ જડ માન્યતાઓ થી ઘેરાયેલું હોય છે અને એના ઉપાય રૂપે વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની ખાસ જરૂર છે. અને એનાથી અને જિજ્ઞાસા વૃત્તિ કેળવવા થી નવી શોધો અને સંશોધનો ને વેગ મળશે જે રાષ્ટ્રની પ્રગતિ માટે ખૂબ સહાયક બની શકે.


આ હકો અને ફરજો એક સિક્કાની બે બાજુ જેવા છે. જેમ હકો ભોગવવા આપણો અધિકાર છે એમ ફરજો પાલન કરવું આપણું કર્તવ્ય બની જાય છે. 

આપણે જયારે કોઈ વ્યવસ્થા ને લઈ બીજા પર આંગળી ચીંધી એ છીએ ત્યારે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આ વ્યવસ્થા કે સમાજના આપણે પણ એક ભાગ છીએ, અને આપણા વ્યક્તિગત પ્રયાસો પણ વ્યવસ્થા માં ભલે નાના પણ પ્રેરણાદાયી બદલાવ લાવી શકે, જેમકે જાહેર માં કચરો ન નાખીએ, પાણીનો બગાડ ન કરીએ, વૃક્ષો, જાહેર ઇમારતો નું જતન કરીએ. 

મહાન રાષ્ટ્ર નિર્માણ માટે આપણું પણ યોગદાન આપીએ.


તમામ દેશવાસીઓ ને પ્રજાસત્તાક દિવસ ની શુભકામનાઓ....

આનંદ કાબા

No comments:

Post a Comment

std 6 7 8 vigyaan pryog

  NCERT BOOK SCIENCE STD- 6 TO 8 PRAYOG AND PRAVRUTTI LIST ➠  STD- 6  SCIENCE  PRAYOG LIST  CLICK HERE ➠   STD- 7  SCIENCE  PRAYOG LIST  CLI...