ભારત દેશના #પ્રથમ મહિલા #શિક્ષિકા, આચાર્ય તથા જેમના કારણે લાખો મહિલાઓ ના જીવનમાં નવીન ચેતના જગાવનાર, સૌથી વધુ #શૈક્ષણિક ક્ષેત્રે દાન કરી તમામ જાતિની મહિલાઓ માટે #મફત શિક્ષણ ની વ્યવસ્થા કરનાર , #મહિલા અત્યાચાર નિવારણ માટે દુનિયા સામે લડનાર , પોતાના પસૅમા બે #સાડી લઈને દિકરીઓને ભણાવનાર આજના આધુનિક સમાજ, શિક્ષણ તથા પુરુષ અને સ્ત્રીઓ માટે સતત પ્રયત્નશીલ રહીને સાચા અથૅમા કાયૅ થકી દેવી કહી શકાય તેવા રાષ્ટ્ર માતા સાવિત્રી બાઈ ફૂલે ના આજના જન્મ દિવસ નિમિત્તે શત્ શત્ નમન..
. ~. માતા સાવિત્રી બાઈ ફૂલે જ્યારે ભણાવવા જતા ત્યારે લોકો તેમના પર કાદવ કીચડ તથા પથ્થર પણ ફેંકતા તેનાથી તેઓ ના શરીર તથા વસ્ત્ર ખરાબ થતાં જેથી તેઓ બે સાડી રાખતા ને શાળા માં જઈને બદલીને બીજી સાડી પહેરી શિક્ષણ કાર્ય કરતા હતા.
~~ વિશ્વના ઈતિહાસમાં મહિલા ઓ જ સૌથી વધુ પરિવર્તનકારી ને ક્રાંતિકારી રહી છે. પોતાના પતિની મદદથી ભણીને તમામ જાતિની મહિલાઓના શિક્ષણ , સ્વાથ્ય તથા સામાજિક જીવનને બદલીને સામાજિક નવ ચેતના જગાવનાર વ્યક્તિ એટલે માતા સાવિત્રી બાઈ ફૂલે..
માળીના વ્યવસાય માં ફૂલો વેચવાના ધંધાના કારણે તેમની અટક ફૂલે પડી હતી. આ દંપતી એ એટલે મોટું દાન અને કાયૅ કર્યું કે તેની નોંધ લેતા મહાત્મા નું બિરૂદ સામાજિક જવાબદારી નિભાવતી સંસ્થાઓ એ જાહેર સમારંભ કરી આપ્યું.
૧. શિક્ષણ માટે સાર્વજનિક શાળા ઓ ખોલી.
૨. સામાજિક રીતે પછાત તમામ મહિલાઓ ને મદદરૂપ થયા.
૩. દૂધ પિતી નો રિવાજ, વિધવા પરના અત્યાચાર, મહિલા ઓ પરના અત્યાચાર બંધ કરાવ્યા.
૪. વિધવા પુનર્લગ્ન ની શરૂઆત કરાવી.
૫. મહિલાઓ માટે અલગ રહેઠાણ સહિત શાળાઓ બંધાવી .
૬ . ૧૮૦૦ ની સાલના દાયકામાં લાખો રૂપિયા આપી શૈક્ષણિક, સામાજિક તથા ન્યાય માટે નવા જાગૃતિ લાવ્યા.
૭. ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા તથા આચાર્ય બન્યા.
૮. બળાત્કાર કે જે તે સમયે અત્યાચારો ના ભોગ બનેલ મહિલાઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી સેવા કેન્દ્રો સ્થાપિત કયૉ.
#સાવિત્રીબાઈનો જન્મ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના નાયગાવ ખાતે ૩ જાન્યુઆરી ૧૮૩૧ના રોજ થયો હતો.તેઓ લક્ષ્મી અને ખાંડોજી નેવેશે પાટિલના સૌથી મોટા પુત્રી હતા. તેમના માતાપિતા માળી સમુદાયના હતા.૧૦ વર્ષની ઉંમરે તેમના લગ્ન જ્યોતિરાવ ફુલે સાથે થયા.ફુલે દંપતી નિ:સંતાન હતા.
~~ લગ્ન સમયે સાવિત્રીબાઈ શિક્ષિત નહોતા કારણ કે સમુદાયે નિમ્ન જાતિના લોકો અને સ્ત્રીઓ માટે શિક્ષિણની મનાઈ ફરમાવી હતી. જ્યોતિરાવ પણ પોતાની નિમ્ન જાતિના કારણે અસ્થાયી રૂપથી શિક્ષણ છોડવા બાધ્ય થયા હતા પરંતુ આખરે તેઓ સ્કોટલેન્ડની એક મિશિનરી શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થયા હતા જ્યાં તેમણે સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો.
~~ શિક્ષકની તાલીમ પૂરી કર્યા બાદ સવિત્રીબાઈએ #પુણેના #મહારવાડામાં કન્યાઓને ભણાવવાનું શરૂ કર્યું. તેમણે #જ્યોતિરાવના માર્ગદર્શક અને સલાહકાર સગુણાબાઈની સાથે મળીને આ કાર્યની શરૂઆત કરી. બાદમાં ફુલે દંપતી અને સગુણબાઈએ મળીને ભીડેવાડામાં એક કન્યાશાળાની સ્થાપના કરી. શાળામાં #વિજ્ઞાન, #ગણિત અને #સમાજવિદ્યાના વિષયો સામેલ હતા. ૧૮૫૧ના અંત સુધીમાં જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ત્રણ અલગ અલગ કન્યાશાળાઓ ચલાવી રહ્યા હતા. સંયુક્ત રીતે ત્રણે શાળામાં કુલ મળીને ૧૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આ શાળાઓનો અભ્યાસક્રમ અને #શિક્ષણપદ્ધતિ સરકારી શાળાથી અલગ હતી. લેખિકા દિવ્યા કંડુકુરીના મત અનુસાર સરકારી શાળાઓ કરતાં ફુલે દંપતિની શિક્ષણપદ્ધતિ વધુ સારી હતી. એ જ પ્રમાણે #સરકારી શાળામાંથી શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ફુલેની શાળામાં અભ્યાસ કરનાર #વિદ્યાર્થીનીઓની #સંખ્યા પણ વધુ હતી.
~~ ફુલે દંપતીના આ સેવાકાર્યને રૂઢીવાદી સ્થાનિક સમુદાયના પ્રતિરોધનો સામનો કરવો પડ્યો. ૧૮૪૯ સુધી ફુલે દંપતી જ્યોતિરાવના પૈતૃક ઘરમાં રહેતુ હતું પરંતુ ૧૮૪૯માં જ્યોતિરાવના પિતાએ તેમને ઘર છોડી દેવા માટે જણાવ્યું કારણ કે ગ્રંથો પ્રમાણે તેમનું શિક્ષણ કાર્ય પાપ ગણાતું હતું.
~~ #૧૮૫૦ના દશકમાં સાવિત્રીબાઈ અને જ્યોતિરાવે બે શૈક્ષણિક ટ્રસ્ટની સ્થાપના કરી. જ્યોતિરાવના સહયોગથી તેમણે અલગ અલગ જાતિ સમુદાયના બાળકોના અભ્યાસ માટે ૧૮ જેટલી #શાળાઓ શરૂ કરી..
દંપતીએ ગર્ભવતી બળાત્કાર પીડિત મહિલાઓ માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહ નામના આશ્રય કેન્દ્રો પણ શરૂ કર્યા.
~~ સરકારી દફતર પ્રમાણે જ્યોતિરાવે સવિત્રીબાઈને ઘરે જ ભણાવ્યા હતા. તેમના જ્યોતિરાવ સાથેના પ્રાથમિક શિક્ષણ બાદ આગળની જવાબદારી તેમના મિત્રો #સખારામ યશવંત પરાંજપે અને #કેશવ શિવરામ ભાવલકરની હતી. તેમણે બે શિક્ષક પ્રશિક્ષણ અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મેળવ્યો. પ્રથમ તેમણે અહમદનગર સ્થિત #અમેરિકી મિશિનરી #સિંથિયા ફર્રાર દ્વારા સંચાલિત સંસ્થામાં પ્રવેશ મેળવ્યો. ઉપરાંત પુણેની #નોર્મલ સ્કૂલમાં પણ તાલીમ મેળવી.આ તાલીમના આધારે તેમને #ભારતના પ્રથમ મહિલા #શિક્ષક અને #પ્રધાન અધ્યાપિકા માનવામાં આવે છે.
...... ભુલ ચુક માફ ....
સંદર્ભ
૧. માતા સાવિત્રી બાઈ ફૂલે
૨. ક્રાતિ જ્યોતિ સાવિત્રી બાઈ ફૂલે રાષ્ટ્ર પિતા મહાત્મા જ્યોતિ બા ફૂલે.
૩. મુક્તા બાઈ સાલ્વે
૪. દિન વિશેષ અંક.
૫. ગૂગલ વિકીપિડીયા ( ફોટો સ્ત્રોત તથા કેટલુંક લખાણ) .
૬. ધોરણ ૮ સામાજિક ધાર્મિક નવ જાગૃતિ .
@@ લેખન સંકલન @@
~~~ સતીષ પરમાર
ગલાલિયાવાડ પ્રાથમિક શાળા
દાહોદ .
No comments:
Post a Comment