ભારત દેશ ભારતીય બંધારણ થી ચાલે છે . આ બંધારણ ના ઘડવૈયા તરીકે બાબાસાહેબ આંબેડકર ને માનવામાં આવે છે. ૭૩ માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ .. સૌ હક્ક પૂર્ણ રીતે ભોગવે ને પૂર્ણ રીતે ફરજો પણ અદા કરે ... જય ભીમ નમો બુદ્ધાય
કમૅ એ જ ધર્મ.બંધારણીય પવૅ એટલે પ્રજાસત્તાક દિન ...
¶¶¶ આ દિવસ એટલે ૨૬ મી જાન્યુઆરી જે પ્રજાસત્તાક દિન કે ગણતંત્ર દિવસ તરીકે પણ ઓળખાય છે . જેનો અર્થ લોકોનુ, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું વ્યવસ્થા તંત્ર. જેનો સીધો અથૅ લોકશાહી થાય છે. ભારતમાં સૌથી પ્રાચીનતમ વ્યવસ્થા મહાવીર તથા બુદ્ધ સમયથી આવી છે. જેમાં ગણરાજ્ય , જનપદ, મહાજન પદ હતા. સંથાગાર હતા જ્યાં સવૉનુમતે કોઈ પણ નિર્ણય ત્રણ વખત વાંચન જાહેરમાં સંભળાવ્યા બાદથી થતો. લોકશાહી કે બંધારણ એ ભારતની પહેલેથી ચાલી આવતી વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કોઈ દેશ પાસેથી લીધેલી નથી.
¶¶¶¶ પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, 26 જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતું અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો.જેમા અંગ્રેજ શાસન ની સમાપ્તિ પછી ભારતને ચલાવવા માટે બંધારણ ઘડવાની વાત કરી જેમાં ભારતનું બંધારણ કુલ ત્રણ વખત લખાયું પણ સ્વીકાર થયો નહીં આ પ્રયત્નો પછી મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના નેતૃત્વ હેઠળ બંધારણની શરૂઆત થઇ. જે બાદમાં અમલમાં આવ્યું.
¶¶¶¶ ત્યારથી જ આજ સુધી દર વર્ષે આખા દેશમાં ગર્વ અને હોંશભેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિને તિરંગો ઉપર જ બાંધેલો હોય છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે. બંધારણમાં તેને Flag Unfurling (ધ્વજ ફરકાવવો) કહેવામાં આવે છે. સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરવામાં આવે છે જ્યારે પ્રજાસત્તાક દિને રાજપથ પર ધ્વજ ફરકાવવામાં આવે છે. આ રાષ્ટ્ર ધ્વજ માં અશોક ચક્ર / ધમ્મ ચક્ર છે . જેનો સવૉનુમતે સ્વીકાર થયો .જે સમ્રાટ અશોકે બંધાવેલ શિલાલેખ માંથી લીધેલ છે. જેમાં ચોવીસ આરા અલગ અલગ ચોવીસ ગુણો દશૉવે છે તો કેટલાક લોકોના મતે ભારત ચોવીસ કલાક પ્રગતિ કરે તેવું પણ મનાય છે.
¶¶¶¶ 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન જે કેન્દ્ર સરકારના પ્રમુખ હોય છે, તે ધ્વજારોહણ કરે છે. કારણ કે સ્વતંત્રતા દિને ભારતનું બંધારણ લાગુ થયું ન હતું અને રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રના બંધારણીય પ્રમુખ હોય છે, તેમણે પદભાર ગ્રહણ કર્યુ ન હતું. આ દિવસે સાંજે રાષ્ટ્રપતિ પોતાનો સંદેશ રાષ્ટ્રના નામે આપે છે. જ્યારે 26 જાન્યુઆરીએ જે દેશમાં #બંધારણ લાગુ થવાના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે, તે દિવસે બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. પ્રજાસત્તાક દિને દેશ પોતાની સૈન્ય તાકાત અને #સાંસ્કૃતિક એકતા દર્શાવે છે.
¶¶¶¶ ઈ.સ.1950માં ભારતનું સંવિધાન લાગુ પાડવામાં આવ્યું તે પહેલાં પણ 26 જાન્યુઆરીનું મહત્વ હતું. ઈ.સ.1929ની મધ્યરાત્રીએ લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનું લાહોરમાં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં અધિવેશન યોજાયું હતું. પૂર્ણ સ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્રભક્તિની લહેર ઉભી થઇ હતી. આથી લાહોર અધિવેશન મુજબ 26મી જાન્યુઆરીને દર વર્ષે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું. જયાં સુધી દેશને ઈ.સ.1947માં આઝાદી ના મળી ત્યાં સુધી 26મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહ્યો હતો. 26 નવેમ્બર, 1949નાં રોજ બંધારણ ઘડવાનું કાર્ય પૂરું થયું અને આ જ દિવસે બંધારણ અપનાવવામાં આવ્યું. જોકે, 26 જાન્યુઆરીનું ઐતિહાસિક મહત્વ જોતાં બંધારણ 26 નવેમ્બરનાં રોજ અમલમાં ન મૂકતાં 26મી જાન્યુઆરીનાં રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું.
¶¶¶¶ જેમાં #બંધારણના #ઘડવૈયા એવા બાબા સાહેબ #આંબેડકર ના ઘનિષ્ઠ પ્રયત્નો થકી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આપણું બંધારણ તૈયાર થયું હતું. તેનાં માટે 166 બેઠક થઈ હતી. આપણા દેશનાં બંધારણની શરૂઆત #આમુખથી થાય છે. આ આમુખ દરેક વ્યક્તિ એ પોતાના ઘરમાં મઢાવીને રાખવું જોઈએ તથા તેનો અભ્યાસ કરી વતૅવુ જોઈએ. ભારતનું બંધારણ જે #લોકતંત્ર, #સમાજવાદ, #ધર્મનિરપેક્ષતા તથા #રાષ્ટ્રીય #અખંડિતતા જેવાં રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે.
¶¶¶¶ આઝાદી મળ્યા પછી એક બંધારણસભાની રચના કરવામાં આવી હતી. બંધારણસભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર, 1946નાં રોજ મળી હતી અને પોતાનું કાર્ય શરૂ કર્યું હતું. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતાં. 29 ઓગસ્ટ, 1947નાં રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઈ, ડ્રાફ્ટિંગ કમિટીનીનું નેતૃત્વ મહામાનવ , બોધિસત્વ ડૉક્ટર. #ભીમરાવ આંબેડકરે કર્યું હતું.
¶ ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.
જવાહરલાલ નેહરુ, ડૉ. #ભીમરાવ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, ફ્રેંક એન્થોની, એચ.પી.મોદી, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, કનૈયાલાલ મુનશી, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે બંધારણસભાનાં સભ્યો હતાં. ¶બંધારણસભાનાં અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતાં પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિનાં અધ્યક્ષ ડૉ.બી.આર.આંબેડકર હતાં.
જેમાં સૌથી વધુ કામગીરી બાબાસાહેબ ના હસ્તે રહી કારણ કે અન્ય સદસ્યો બીજા દેશના બંધારણના અભ્યાસ માટે તો કેટલાય દેશી રાજ્યોના એકત્રીકરણ માટે તથા કેટલાક ની નાદુરસ્ત તબિયતને કારણે પણ આ બંધારણ ની મોટી જવાબદારી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના માથે આવી છે બખૂબી નિભાવી હતી.
¶ ડૉ. ભીમરાવ આંબેડકરે આ બંધારણનો મુખ્ય પાયો નાંખ્યો હતો. જેથી તેમને બંધારણના મુખ્ય ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે .
¶ ભારતનું બંધારણ ટાઈપિંગ કે પ્રિન્ટિંગ દ્વારા તૈયાર કરાયું નથી, પરંતુ તેને હાથ વડે લખવામાં આવ્યું છે.
¶ ભારતનું બંધારણ વિશ્વનું એકમાત્ર બંધારણ છે જે હસ્તલિખિત છે.
આ બંધારણ અંગેની વિગતો ને મુસદ્દા લખવા સમયે બાબા સાહેબ ના સાથળમાં મોટું ગૂમડું હતું . જે ડાયાબિટીસના ના કારણે વધતું હતું . તે બેસી શકવામાં પણ વધુ તકલીફ માં હતા . તો તેમના પોતાના માટે બેસવા માટે વિશેષ ખુરશી પણ બનાવડાવી હતી.
¶ બંધારણની મૂળ નકલ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ હાથ વડે લખી હતી. રાયજાદાનો પૈતૃક વ્યવસાય કેલિગ્રાફી હતો. તેમણે અત્યંત સુંદર કેલિગ્રાફી દ્વારા ઈટાલિક અક્ષરોમાં બંધારણ લખ્યું હતું.
¶ તેનાં દરેક પાના પર રવિન્દ્રનાથ ટાગોરનાં શાંતિનિકેતનનાં કારિગરો દ્વારા વિવિધ ડિઝાઈન કરવામાં આવી હતી. બંધારણની મૂળ નકલો સંસદની લાઈબ્રેરીમાં હિલિયમ કેસમાં રાખવામાં આવી છે.
¶ મૂળ અપનાવાયેલા બંધારણમાં 22 ભાગો, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે.
¶ ભારતનાં બંધારણમાં બ્રિટન, આયર્લેન્ડ, ફ્રાંસ તથા અમેરિકાનાં બંધારણની વિશિષ્ટતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
¶ લોકશાહી શાસનપદ્ધતિ, ધર્મનિરપેક્ષતા, પ્રજાસત્તાક, સંઘરાજ્ય, મૂળભૂત અધિકારો વગેરે ભારતનાં બંધારણની મુખ્ય વિશેષતાઓ છે.
¶ વિદેશી મુખ્ય મહેમાનને પ્રજાસત્તાક દિનની પરેડમાં આમંત્રણ આપવાની પરંપરા 1950નાં પહેલા પ્રજાસત્તાક દિવસથી ચાલી આવી છે.
પહેલાં મુખ્ય મહેમાન તરીકે ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ સુકુર્ણો હતાં. ઈ.સ.1955માં પાકિસ્તાનનાં ગવર્નર જનરલ ગુલામ મોહંમદ અને 1965માં ખાદ્ય અને કૃષિમંત્રી રાણા અબ્દુલ હમીદ ગણતંત્રની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે હાજર હતાં. 2009માં ગણતંત્ર દિવસે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ નૂર સુલતાન મુખ્ય મહેમાન બન્યાં હતાં , તો 2010માં દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ લી મ્યંગ-બાક પ્રજાસત્તાક દિનની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
કોરોના વાયરસને લીધે વર્ષ ૨૦૨૧ ના પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે વિદેશી રાષ્ટ્રીય વડા અથવા સરકારનાં વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1966 બાદ પહેલી વખત પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં કોઇ પણ દેશના વડા હાજર નહીં રહે. એવી ઘટના વષૅ ૨૦૨૧ માં બની હતી.
~~~ લેખન સંકલન ~~~
~ સતીષ પરમાર. ..
~ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા
દાહોદ.
.... ભૂલ ચૂક માફ....
∆∆ સંદર્ભ સ્ત્રોત.∆∆
૧. ભારતનું બંધારણ.
૨. બંધારણ ના એકમાત્ર ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ( ડોકટર અમિત જયોતિકર )
૩. ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તક ધોરણ ૬ થી ૮.
૪. જીવન અને કાર્ય. ( બાબા સાહેબ આંબેડકર નું જીવન ચરિત્ર)
૫. આષૅદ્ધષટા ડોક્ટર .પી.જી. જયોતિકર સાહેબ.
૬. ભારતનુ બંધારણ ધોરણ -૮ સામાજિક વિજ્ઞાન.
૭. પ્રાચીન ભારતની શાસન વ્યવસ્થા.
૮. બાબા સાહેબ ના વોલ્યુમ .( હિન્દી) .
No comments:
Post a Comment