એક સ્ત્રી નો ત્યાગ પુરુષ ને શું બનાવી શકે છે તેનું ઉદાહરણ એટલે માતા રમાબાઈ આંબેડકર .
ત્યાગ બલિદાન અને કરુણામૂર્તિ માતા
#રમાબાઈ આંબેડકર ..
(૧)જન્મ સાથે ૭ ફેબ્રુઆરી ૧૮૯૮ મુંબઈ મહારાષ્ટ્ર.
(૨)મૃત્યુ ૨૭ મે ૧૯૩૫ મુંબઈ મહારાષ્ટ્ર.
¶¶ નાનપણમા ખૂબ જ સાદાઈ થી લગ્ન થયા સંસાર શરૂ કર્યો. સંસારમાં રહેલ દુઃખ મેણા ટોણા ને પોતાના પર આવતા દુઃખો ઢાલની માફક રહીને બાબા સાહેબ ને હિંમત આપી . એક આદર્શ પતિ પત્ની નું દામ્પત્યજીવન કેવું હોવું જોઈએ ? એનું ઉત્તમ ઉદાહરણ એટલે માતા રમાબાઈ ને બાબાસાહેબ આંબેડકર. બાબાસાહેબ ના જીવનમાં શિક્ષણ , સમાજ સેવા તથા હરહંમેશ પડખે રહીને જીવનમાં દરેક ક્ષણે મદદરૂપ થનાર વ્યક્તિ એટલે માતા રમાબાઈ.
¶¶ પત્ની એ પ્રથમ ગુરુ કહી શકાય માગૅદશૅક પણ ગણી શકાય તેમના જન્મ થી લઈને મૃત્યુ પયૅત જીવનમાં માત્ર પતિની પ્રગતિ ને સમાજ સેવા માટે સમગ્ર જીવન હોમી દેનાર ના ઉપકારો આજે યાદ કરવા રહ્યા.
¶¶ જેમનું જીવન ત્યાગ , કરુણા અને બલિદાન થકી અને વંચિત , શોષિત , ગરીબોના હક્ક માટે લડનારા બંધારણ ના ઘડવૈયા , પ્રખર પત્રકાર , સમાજ સુધારક ,અથૅ શાસ્ત્રી, વિશ્વ વિભૂતિ , જ્ઞાનના અથાગ સાગર , માનવને ગૌરવ અપાવનાર બાબાસાહેબ માટે તમામ વસ્તુઓ નો ત્યાગ કરી સદૈવ સહાય કરનાર વ્યક્તિ એટલે #રમાબાઈ
¶¶ તેમનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો . તેમના લગ્ન ૧૯૦૬ માં મુંબઇ ના ભાયખલા શાકમાર્કેટ માં એક સાદા સમારંભમાં બાબાસાહેબ સાથે થયા હતા. તેમના પાચ બાળકો ૧. યશવંત, ૨. ગંગાધર ,૩. રેશમ , ૪. ઇન્દુ , ૫. રાજ રત્ન થયાં હતાં. જોકે યશવંત સિવાયના ચાર બાળકો બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા.
¶¶ વાત કરીશું આજે એવી સ્ત્રી જેના બલિદાન થકી, સાથ સહકાર થકી, પ્રેરણા, પ્રોત્સાહન અને હરહંમેશ પડછાયો બનીને જીવનાર માતા રમાબાઈ વિશે. જેઓ રાત્રે છાણા વિણવા જતા કે જેનો પતિ વિદેશ ભણવા જાય છે એ આવું કામ કરે !! કેવી ગરીબાઈ વેઠી!! કેવા બલિદાન કે કદી સાહેબ સામે આજીવન ના બોલ્યા, આરે પોતાના લાડકવાયા બે બે સંતાનો ખોયા પછી જ્યારે રાજરત્ન મૃત્યુ પામે છે ત્યારે સાહેબ તમારા સપના નો રાજકુમાર તો છોડી ગયો !! આવું કહીને વ્યથા ઠાલવનાર ને સાડીના કટકા થકી કફન ઓઢાડીને પોતાના પુત્રની અંતિમ ક્રિયા સમયે પણ પહાડ જેવા દુઃખને પી જનાર માતા રમાબાઈ.
¶¶ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની સાથે રમાબાઈના લગ્ન એપ્રિલ 1906માં થયા હતા . બાબાસાહેબ ના તમામ સુખ દુઃખ ના સાથી રહેલા માતા રમાબાઈ ના સાથ સહકારના કારણે બાબાસાહેબ વિદેશ અભ્યાસ કરવા જઈ શેકેલા .બાબા સાહેબના પુત્ર #રાજરત્ન બીમારીથી અવસાન પામ્યા ત્યારે તેમને અંતિમ વિધિ માટે કફન પણ ખરીદી શકવાની વ્યવસ્થા કરી શક્યા ન હતા એટલા માટે કે તેમની પાસે એક પૈસો પણ ન હતો તેવા સમયે તેમણે પહેરેલી એક માત્ર સાડી ના બે ભાગ કરી ને પુત્ર રાજરત્ન શરીરને ઓઢાડીને અંતિમવિધિ કરેલી. એક સમયે આજુબાજુથી મદદ માંગી પરંતુ કોઇ મદદ પણ નહોતી કરી. માતા રમાઈ હંમેશા બાબાસાહેબને કહેતા કે. (સાહેબ તમે અમારી ચિંતા ના કરતા અમે આપણા સમાજના ભવિષ્ય માટે સંઘર્ષ કરજો). બાબાસાહેબની સંઘર્ષની પ્રેરણા આપવામાં માતા રમાઈ એમનો સાથ હંમેશા રહ્યો હતો.
¶¶ રામાબાઈ કે રમાઈ કહીને ભીમરાવ આંબેડકર તેઓને બોલાવતા . જેઓ બી આર આંબેડકર ના પ્રથમ પત્ની હતા. તેમના ઉચ્ચ શિક્ષણ અને તેમની સાચી સાર-સંભાળ ના કારણે તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને સાચી રીતે આગળ વધી શક્યા .જેમના પર અનેક જીવન ચરિત્રો ફિલ્મ સીરીયલ લેખો વગેરે ઉપરાંત પુસ્તકો પણ લખવામાં આવે છે. ભારતભરમાં તેમના નામ પર અનેક સીમાચિન્હરૂપ યાદગીરી સ્થપાઈ છે.
30 મે 2018 ના રોજ ભારતના #મહામહિમ રાષ્ટ્રપતિ #રામનાથ કોવિદે જી એ મહારાષ્ટ્રના પુણે ખાતે માતા રમાબાઈ આંબેડકરની પ્રતિમા નું અનાવરણ કર્યું હતું .આના ઉપરથી જ ખ્યાલ આવી શકે કે રમાબાઈ કેટલું મોટું વ્યક્તિત્વ હશે.
(૩) પ્રારંભિક જીવન.
રમાબાઈ ને જન્મ એક ગરીબ પરિવારમાં ભીકુ ધાત્ર ખાતેના રુક્મિણીની માં થયો હતો. તેમની ત્રણ બહેનો અને એક ભાઈ શંકર સાથે નજીકના વણંદ ગામની અંદર મહાપુરા વિસ્તારમાં રહેતા હતા. તેમના પિતાએ ડાભોલ બંદરથી માછલી ની પોટલી' બજારમાં રહીને આજીવિકા મેળવી હતી. અને ત્યાં નાનપણમાં કામ કર્યું હતું.તેમના માતાનું મૃત્યુ તો નાનપણમાં જ થયું હતું અને તેમના પિતાનું પણ અવસાન થતાં. તેઓ તેમના કાકા વાલંગકર અને ગોવિદપુરક બાળકોને બાયકુલા માર્કેટમાં તેમની સાથે રહેવા બોમ્બે લઈ ગયા.
(૪)લગ્ન..
રામાભાઇ 1906માં મુંબઈના બાયકુલા શાકભાજી બજારમાં એક ખૂબ જ સરળ સાદા સમારોહમાં ડોક્ટર બી આર આંબેડકર સાથે લગ્ન કર્યા હતા. તે સમયે બાબાસાહેબ આંબેડકર ની ઉંમર ૧૫ વર્ષ અને રમાબાઈ ની ઉંમર ૯ વર્ષની હતી. તેમના માટેનું પ્રથમ પ્રેમ નામ #રેમુ હતુ.જ્યારે તેઓ બાબાસાહેબ ને #સાહેબ કહેતા અને તેમના પાંચ બાળકો.
(૧)યશવંત,
(૨)ગંગાધર
(૩)રશેમ
(૪)ઇન્દુ પુત્રી
(૫)રાજરત્ન
જોકે યશવંત સિવાયના અન્ય ચાર સંતાનો બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા.
(૫)મૃત્યુ..
લાંબી માંદગી બાદ ૨૭ મે ૧૯૩૩ના રોજ બોમ્બેના દાદરના હિંદુ કોલોની ખાતે અવસાન થયું આંબેડકર સાથે તેમના લગ્ન થયા અને ૨૯ વર્ષ તે સમયે પૂર્ણ થયા હતા.
(૬)પતિ દ્વારા પ્રશંસા.
૧૯૪૧ માં પ્રકાશિત બી આર આંબેડકર નું #thoughts on #પાકિસ્તાન આ બંને #પુસ્તક ડોક્ટર બી.આર.આંબેડકર #રમાબાઈ ને સમર્પિત કર્યા હતા જેની પ્રસ્તાવના માટે આંબેડકરે તેમના સામાન્ય ભીમ રાવ થી શરુ કરેલું જીવન આંબેડકર સુધીનો શ્રેય અને તેમને મળેલી તમામ સિદ્ધિનો શ્રેય માતા રમાબાઈને આપ્યો હતો.
(૭)પ્રભાવ અને લોકપ્રિય વારસો..
મુવીઝ ફિલ્મ ટેલિવિઝન પ્રસારણ અને નાટકો.
(૧)30 મે 2018 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી એ મહારાષ્ટ્ર પુણે ખાતે રમાઈ આંબેડકરની પ્રતિમા નું અનાવરણ કર્યું.
(૨)1992 નાટક અશોક નિર્દેશિત તેમાં રમણભાઈને પાત્રને ભજવવામાં આવ્યું હતું.
ભીમ ગર્જના 1990 મરાઠી ફિલ્મ બની જેમાં રમાબાઈ આંબેડકર ની ભૂમિકા પ્રથમ દેવીએ ભજવી હતી.
(૩)શશિકાંત નાણાવટી દ્વારા દિગ્દર્શિત 1993 મરાઠી ફિલ્મ યુગપુરુષ બાબાસાહેબ જેમાં રમાબાઈ ની ભૂમિકા ચિત્રા કોપીકરે ભજવી હતી.
(૪)બાબાસાહેબ આંબેડકર જબ્બર પટેલ દર્શિત ફિલ્મ ૨૦૦૦ની સાલમાં આવી છે અંગ્રેજીમાં હતી જેમાં રામાભાઇ ની ભૂમિકા સોનાલી કુલકર્ણી ભજવી હતી.
(૫)બી.આર.આંબેડકર 2005માં શરણ કુમાર રચિત દિગ્દર્શિત કન્નડ ફિલ્મ તારા એ રમાબાઈની ભૂમિકા ભજવી હતી.
(૬)પ્રકાશ જાદવ 2001ની મરાઠી ફિલ્મ કરી ભૂમિકા ભજવી હતી.
(૭)રંગનાથ દિગ્દર્શિત 2016ની કન્નડ ફિલ્મમાં તેની ભૂમિકા શિલ્પા શેટ્ટી ભજવી હતી.
(૮)ડીડી નેશનલ પર પ્રસારિત હિન્દી ટેલિવિઝન શ્રેણી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર.
(૯)બાબાસાહેબ મહામાનવ વાંચી ગૌરવગાથા 2019 મરાઠી ટેલિવિઝન શ્રેણી સ્ટાર પ્રવાહ ની શિવની રંગોલેને ભૂમિકા ભજવી હતી.
તેમના ઉપર કેટલાક #પુસ્તકો પણ લખ્યા છે જેમાં.
(૧)રામાવાત. લેખક યશવંત મનોહર.
ત્યાગાચી રામા મૌલી.. લેખક નાના ધાડુલકર..
(૨)પ્રિયા રામુ લેખક યોગીરાજ બગુલ .
સંદર્ભો સ્ત્રોત..
(૧) ગૂગલ વિકીપીડીયા.
(૨) ટાઈમ્સ ઓફ ઈન્ડિયા લેખો.
(૩) મનોહર યશવંત લિખિત પુસ્તક.રામાવાત.
(૪)બહુજન નાયક.
¶¶ લેખન સંકલન
~~~~ સતીષ પરમાર
~~~ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ.
No comments:
Post a Comment