વિદ્યાધાનની સાથે સાથે વસ્ત્રનું દાન કરતા દાહોદ જિલ્લાના ગલાલીયાવાડનો શિક્ષકો,
ઘરે ઘરે જઈને શેરી શિક્ષણની જ્યોત ફેલાવી બાળકોને ભણાવી રહ્યા છે,
ગ્રામ્ય વિસ્તારોમાં ભણતરથી વિમુખ ન રહે તે માટે ગલાલીયાવાડ શિક્ષકો શેરી શિક્ષણની જ્યોત પ્રગટાવે છે
દાહોદની ગલાલિયાવાડના શિક્ષકો કર્તવ્ય નિષ્ઠ કામગીરી કરી શિક્ષકો શેરી શિક્ષણ આપી બાળકોને ભણાવે છે.
એમ તો શિક્ષણ ને શિક્ષક તથા વિધાર્થી એ એકબીજા ના પૂરક છે. આ શિક્ષણ થકી જ સમાજ , સમાજ થકી દેશ બંને છે. ભણતરના જેવા બીજ વવાય એવા ફળ આવનાર દિવસોમાં રાષ્ટ્રને મળે છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના ના કારણે શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શક્ય નથી તેવા સમયે શિક્ષણ વિભાગ તથા સરકાર શ્રી દ્વારા ઓનલાઇન , ડીડી ગિરનાર, યૂ ટ્યૂબ , ફેસબુક, વ્હોટસએપ તથા ડિજીટલ માધ્યમો થકી શિક્ષણ અપાઈ રહ્યું છે. એવા સમયે દાહોદ જિલ્લામાં આવેલી દાહોદ તાલુકાની ગલાલિયાવાડ પ્રાથમિક શાળા ના તમામ શિક્ષકો થકી બનતા પ્રયત્નો કરીને શિક્ષણ ને બાળકો સુધી પહોંચાડવામાં આવે છે. ખરા અર્થમાં બાળકો સાથે સંવેદનાસભર માહિતીસભર શિક્ષણનો જ્યોત ફેલાવી ગ્રામ્ય વિસ્તારોના બાળકોને શિક્ષણ આપવા માટે અનેરું યોગદાન આપી રહ્યા છે શિક્ષણની સાથે સાથે બાળકોને બનતી મદદ કરી સેવા કર્યાનો આનંદ માણી રહ્યા છે ગુરુ અને શિષ્ય પ્રત્યેનો પ્રેમની પરિભાષાને જીવંત રાખી શિક્ષકો જ્ઞાનની સાથે સાથે મદદ પણ કરી રહ્યા છે
દાહોદ જિલ્લો એ ખેતી પર નિર્ભર જિલ્લો છે જિલ્લા વાસીઓ ઘરનું ગુજરાન ચલાવવા માટે અન્ય જિલ્લાઓમાં રોજી રોટી મટે હિજરત કરતા હોય છે આ સમગ્ર જિલ્લામાં ડિજિટલ માધ્યમ એટલા અસરકારક નથી સમગ્ર જિલ્લામાં એક સિઝન ખેતી થાય છે મોટા ભાગે મજૂરી કરી જીવન ગુજરાન ચલાવતો ગુજરાતનો આ જિલ્લો છે. કહેવાય છે કે આખા ગુજરાતમાં બનતી બિલ્ડીંગ હોય રોડ રસ્તા આ લોકો વગર શક્ય નથી. સરકારી ઈમારતો હોય કે ખાનગી બાંધકામ આ વિસ્તારના લોકો જોવાશે જ. તેઓના થકી જ આ મહાકાય શહેરો નિમૉણ પામ્યા છે. આર્થિક સ્થિતિ ,ઓછા સંશાધનો તથા શિક્ષણ થી વંચિત રહ્યા છે. એના પણ ઘણા કારણો છે આ બધી સમસ્યાઓનો ઉકેલ એક જ છે શિક્ષણ સમગ્ર સમાજ માટે શિક્ષણ એ સૌથી વધુ આવશ્યક બાબત છે આ ઉપરાંત જયાં બાળકો પાસે મોબાઈલ કે ટીવી જેવા માધ્યમ નથી ત્યાં અમે સૌ રૂબરૂ મુલાકાત કરી કોરોના ગાઈડ લાઈન નું પાલન કરાવીને શિક્ષણ આપવા પ્રયત્નશીલ છીએ. ઘણી વખતે આખા ફળિયામાં એક કે બે ટીવી હોય તો રિચાર્જ ના હોય , જો રિચાર્જ હોય તો અન્ય કોઈ કૌટુંબિક કે સામાજિક પ્રશ્ન હોય તેવા સમયે અમારી પાસે આ બધા પ્રશ્નો ના ઉકેલ માટે ફળિયા શિક્ષણ કે શેરી શિક્ષણ જ એક માત્ર રસ્તો બચે છે. ઘણી વખત તો ફળિયામાં રહેતા વાલીઓને શિક્ષક મિત્રો માટે ખૂબ માન હોય છે. તેઓ પ્રેમ ભાવ તથા આદરપૂર્વક શક્ય તમામ મદદ કરે છે. તો ગામના યુવાનો આવીને પણ જોતા હોય કે સાહેબ કેવી રીતે શું ભણાવે છે?? તેમની જિજ્ઞાસા ની સાથે વાતચીત કરીએ તો ઘણું બધું જાણવા મળે છે તેવું શિક્ષકોએ મત રજૂ કર્યા હતા
ગલાલિયાવાડ પ્રાથમિક શાળા ના સૌથી દૂર એવા નદી ફળિયામાં શેરી શિક્ષણ માટે અમિતભાઈ શાહ, સતીષ પરમાર રમેશભાઈ સંગાડીયા દ્વારા ફળિયે ફળિયે શિક્ષણની જ્યોત ફેલાવે છે આ તબક્કે આજુબાજુ ના છૂટા છવાયા ૨૪ ઘરો પૈકીના ૩૦ થી વધુ ધોરણ ૧ થી ૮ ના વિધાર્થી મિત્રો ને જ્ઞાન સેતુ સાથે શિક્ષણ આપવામાં આવ્યું. જેમાં ગણિત અમિતભાઈ શાહ દ્વારા, ગુજરાતી રમેશભાઈ સંગાડીયા દાદાએ તથા અંગ્રેજી તેમજ ધોરણ ૭ નું ગુજરાતી સતીષ પરમાર દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યું. સવારના ૯:૦૦ કલાક થી ૧૧:૦૦ કલાક સુધીમાં શૈક્ષણિક માર્ગદર્શન ,લેખન ,પ્રશ્નોતરી તથા ગૃહકાર્ય તપાસ્યું તથા શીખવ્યું . જેના પછીથી શ્રી આસીફ ભાઈ દ્વારા છેક મુંબઈ ના દાતાઓ દ્વારા આપવામાં આવેલા વસ્ત્રો છોકરાઓને આપવામાં આવ્યા જે મુંબઈ થી આવ્યા બાદથી એના યોગ્ય વિતરણ વ્યવસ્થા તથા અન્ય સહાય બદલ શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં કુલ ૩૦ થી વધુ બાળકો ને તેમજ અન્ય વ્યક્તિઓ ને ઉપયોગી થઈ શકે તેવા વસ્ત્રો આપવામાં આવ્યા. જેનું વિતરણ રમેશભાઈ સંગાડીયા સાહેબ તથા શ્રી અમિતભાઈ શાહ ના માગૅદશૅન તેમજ સાથ સહકાર થકી શક્ય બન્યું .
ભારતે હંમેશા વિશ્વને જ્ઞાન ની સાથે ધ્યાન તથા દાન નો મહિમા આપ્યો છે આ એક વૈચારિક ને લોકહિત તથા જરૂરિયાતોને મદદરૂપ થવાના કાયૅ માં મને તથા મારા શાળા પરિવાર ના બાળકોને ભાગીદાર બનાવવા બદલ તથા અમને સાથ સહકાર તેમજ મદદરૂપ થવા માટે સમગ્ર શાળા પરિવાર, ગ્રામ પંચાયત તથા એસ એમ સી તેમજ આચાર્ય શ્રી તરફથી આદરણીય આસિફભાઈ તથા તેમની સેવાભાવી ટીમનો હ્દય પૂવૅક આભાર વ્યક્ત કરી સાધુવાદ.
¶¶¶ ગુજરાત ના કદાચ સૌ પ્રથમ બીજ સંશોધન કેન્દ્ર ના ખંડેરો વચ્ચે પીપળાના ( બોધિ વૃક્ષ) ની નીચે ફળિયા શિક્ષણ ને વસ્ત્ર વિતરણ.. ગલાલિયાવાડ
----- છેલ્લા બે વર્ષથી કુદરતી કે માનવસર્જિત એક આફત સમગ્ર જગત પર ભારે પડી છે. જેમા સૌથી વધુ નુકસાન કદાચ પાયારૂપ શિક્ષણ ને થયું છે. હવે જ્યારે પરિસ્થિતિ થોડી હળવી બની છે ત્યારે એસ.ઓ.પી.ના શક્ય એ તમામ નિયમો ના પાલન સાથે અમે સૌ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા ના શિક્ષક મિત્રો દ્વારા હર હંમેશ ની જેમ ફળિયે ફળિયે શિક્ષણ આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.
-------- એમ તો ગામમાં કુલ ૫૩ જેટલા નાના મોટા ફળિયા છે ને ૭૩ જેટલી સોસાયટી ઉપરાંત કુલ મતદારો ની સંખ્યા ૮,૫૦૦ થી વધુ છે. આવા સમયે લગભગ ૮ કિલોમીટર થી વધુની ત્રિજ્યા માં રહેતા પરિવારો ને બાળકો સુધી પહોંચવા માટે વધુ મહેનત ને નક્કર આયોજન કરવું પડે છે. એમાં સફળતા પણ મળે છે. કોઈ બાળક માગૅદશૅન ને શિક્ષણ થી વંચિત ના રહી જાય એ જોવાનું કામ આપણા સૌનું છે.
------ એક સમયે વષૅ ૧૯૫૯ માં સ્થપાયેલા બીજ સંશોધન કેન્દ્ર નુ કુલ ૬૦ એકર ને ૨૮ ગુઠા જમીનમાં ફેલાયેલા આ ભવ્ય સંશોધન કેન્દ્ર આજે ખંડેર છે. જેમાં કુલ ૧૨ થી વધુ રૂમો આજે હયાત છે પણ એમાં છત નથી ક્યાંક દિવાલો તૂટી પડી છે પણ એ થયેલ બાંધકામ આજે પણ અકબંધ છે. જે અંગેધી સ્થાનિક લોકો સાથે વાત કરતા આપણને વધુ વિગતો મળે છે. એમ તો એ ફળિયામાંથી કુલ ૩૦ થી વધુ વિધાર્થીઓ આજે પણ શાળામાં આવે છે. જ્યારે બાજુના નદી ફળિયું, સીડ ફામૅ ફળિયું, માળી ફળિયું જેની વસ્તી પણ વધુ છે. એવા સમયે એક વગૅ પણ ખૂલી શકે એમ છે.
----- આજે જ્યારે શાળા માંથી લગભગ ત્રણ શિક્ષકો અને બે શિક્ષિકા બહેનોએ આજે સવારના ૮:૪૫ થી લઈને ૧૧:૦૦ સુધી ફળિયા શિક્ષણ માં ધોરણ પ્રમાણે ને વિષય પ્રમાણે કુલ ૩૪ જેટલા વિદ્યાર્થીઓ મિત્રો ને ધોરણ અનુસાર શિક્ષણ આપ્યું. જે બાદથી અંતમાં #આસિફ ભાઈના સહયોગથી મુંબઈ થી આવેલ વસ્ત્ર દાનમાં આપ્યા . આ તબક્કે એક સુખદ ને આશીર્વાદરૂપ અનુભવ રહ્યો . પ્રકૃતિ વચ્ચે નું શિક્ષણ કેટલું સુખદ ને શાંતિપૂર્ણ માહોલમાં રહ્યું હતું. જેમાં શ્રી #પિયુષભાઈ, શ્રી #રમેશભાઈ સંગાડીયા, શ્રીમતી #વૈશાલીબેન, શ્રીમતી #સોનલબેન હાજર રહી પોતાની ફરજ કર્તવ્ય નિષ્ઠા પૂર્વક બજાવી હતી. ગઈ કાલે ૩૦ જોડી અને આજે કુલ ૨૮ જોડી નાના મોટા કપડાં નું વિતરણ કર્યું હતું.
Galaliyawad Primary School.Dahod .
~~~~ લેખન સંકલન~~~~
સતીષ પરમાર
નવા કાળીબેલ
ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ.
No comments:
Post a Comment