પ્રાપ્તિ એકેડેમી દ્વારા નિઃશુલ્ક ચાલતા માગૅદશૅન સેન્ટરના વિધાર્થી મિત્રો પૈકી જુદા જુદા ક્ષેત્રોમાં નોકરી લાગેલા મિત્રોનો સન્માન સમારંભ.
દાહોદ જેવા છેવાડાના જિલ્લામાં જ્યાં કુદરતી અભાવો વચ્ચે શિક્ષણની આહલેક જગાવનાર શિક્ષણ થકી સમાજની સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડનાર પ્રમોદભાઈ કાટકર સાહેબ પોતાની નોકરીના સવાર સાંજના સમયે નિઃશુલ્ક છેલ્લા સાત વર્ષથી છોકરાઓને વગૅ ચલાવી શિક્ષણ તેમજ માગૅદશૅન આપી રહ્યા છે. તેઓનું આ કાયૅ છેલ્લા સાત વર્ષથી નિરંતર ચાલ્યું આવે છે. એમાન ધમૅ પત્ની નયનાબેન પણ આ સમગ્ર કાયૅ માં પોતાનો સહયોગ આપી રહ્યા છે.
બૃહદ પંચમહાલ જેવા દાહોદ જિલ્લામાં જ્યાં બે રાજ્યોની સરહદો સ્પર્શ કરે છે. જ્યાં બાબા દેવ પર સૂયૅનુ પ્રથમ કિરણ પડે છે ને જ્યાં સૂર્યોદય સમગ્ર ગુજરાતમાં પ્રથમ પડે છે ત્યાં શિક્ષણ રૂપી સૂરજ ઉગાડનાર પ્રમોદભાઈ હર હંમેશ હકારાત્મક વલણ થકી સૌ વિધાર્થી મિત્રોને વાત જાત ધમૅ ભાષા કે અન્ય કોઈપણ પ્રકારની પરિસ્થિતિ જોયા વગર એકમાત્ર શિક્ષક ને શિક્ષણ થકી નવ ચેતના જગાડી રહ્યા છે ત્યારે આજે આ નવીન સ્માર્ટ ક્લાસ નો શુભારંભ તથા સન્માન કાર્યક્રમનું આયોજન થયું હતું .
જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના વૈજ્ઞાનિકો જ્યાં કામ કરે છે ત્યાંના ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક કવિ શ્રી ભરતભાઈ ચનિયારા સાહેબ , ઓલ ઇન્ડિયા મેથ્સ સાયન્સ ક્લબમાથી ચંદ્ર મૌલી જોષી સાહેબ , ભૂતપૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ સુરેશભાઈ મેડા સાહેબ, દાહોદ તાલુકાના નાયબ મામલતદાર સાહેબ શ્રી હરેશભાઈ પરમાર ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જેમાં જાણીતા પત્રકાર શાબીર ભાભોર, સામાજિક કાર્યકર નરેશભાઈ ચાવડા, સાહિત્યકાર શ્રી પ્રવીણભાઈ જાદવ, ગરબાડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક એવા સિદીકી ભાઈ શેખ, દાહોદના શિક્ષણ જગતમાં કામથકી આગવી ઓળખ ધરાવતા શ્રી જિજ્ઞેશ ભાઈ સંચાણીયા, દાહોદના ઈતિહાસના જાણકાર તેમજ ભૂતપૂર્વ પત્રકાર એવા શ્રી સચિનભાઈ દેસાઈ તથા સદર ક્લાસના સંચાલક એવા શ્રી પ્રમોદભાઈ કાટકર સાહેબના ક્લાસનું નવીન ડિજીટલ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તથા નવીન નિમણૂંક પામેલા મિત્રોનુ સ્વાગત સન્માન સમારંભ યોજાયો હતો.
જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય, સ્વાગત પ્રવચન પ્રમોદભાઈ કાટકર દ્વારા તથા સમૂહ પ્રાર્થના તેમજ જુદા જુદા મહાનુભાવો એ પોતાના આ કાયૅ અંગે મનોગત તથા શિક્ષણ સાથેના અનુભવો જણાવ્યા હતા. જેમાં પ્રમોદભાઈ એ પોતાના સમગ્ર સંઘર્ષ બાદથી સદર ક્લાસના સંચાલન તથા આ સેવા કરવાના વિચાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જે બાદથી નાયબ મામલતદાર સાહેબ એ પોતાના વહીવટી અનુભવ ઓનલાઇન કુટેવો તથા ખરાબ આદતોથી આપણા આજના ભાવિ પેઢી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદથી એક લક્ષ્ય અને નક્કી કરેલ લક્ષ્યાંક પ્રાપત કરવા માટે મહેનત કેવી રીતે કરવી તે અંડે જણાવ્યું હતું. ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક એવા શ્રી ભરતભાઈ ચનિયારા સાહેબ એ વૈજ્ઞાનિક વલણ તથા આજના શિક્ષણમાં યુવા પેઢી કેવી રીતે તૈયાર કરવી તેમજ પ્રમોદભાઈના કામને વખાણ કરીને સેવાને બિરદાવી હતી આ સિવાય વિજ્ઞાન અને આજના યુગનું મહત્વ પણ સમજાવ્યું હતું.
ભૂતપૂર્વ શિક્ષણાધિકારી તથા હાલ ઈ. આઈ તરીકે કાયૅરત એવા શ્રી સુરેશભાઈ મેડા સાહેબ એ પોતાના અનુભવો થકી વહીવટી તંત્ર સાથેનો તાલમેલ તથા દરેક કમૅચારીઓએ સરકાર ને વફાદાર રહી અરજદારો તથા આવનાર વ્યક્તિને માન સન્માન પૂર્વક વતૅન રાખી માનવીય સંવેદના સાથે કામ કરવું જોઈએ એવુ જણાવી સદર કાર્યક્રમમાં સહભાગી થવા બદલ પોતાને ભાગ્યશાળી ગણાવી પ્રમોદભાઈ ને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
ચંદ્ર મૌલી જોષી સાહેબ એ અમેરિકામાં થયેલા વિશ્વના સૌથી શ્રેષ્ઠતમ એક્ટર સિંગર ની સંઘર્ષ તથા ભારતના સ્વામી વિવેકાનંદ ના જીવન સુત્ર કાયૅ ની વાત કરી પોતાની આત્મકથા કહી પોતે કરેલા સંઘર્ષની સૌ પ્રથમ જાહેર સ્ટેજ પર વાત કરીને સતત નિષ્ફળતા છતા પ્રયત્ન થકી જીવનમાં મેળવેલ સફળતાની વાત કરી હતી.
અંતમાં સૌ કોઈએ આ કાયૅક્રમમા સહભાગી થઈને પોતાની ભાગીદારી નોંધાવી હતી. જેમાં આભાર વિધિ તથા મોટિવેશનલ સ્પીચ સિદ્દીકભાઈ શેખે કરી હતી.
ભવતુ સબબ મંગલમ્
સબકા કલ્યાણ હો.
~~ સતિષ પરમાર ~~
ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ.
No comments:
Post a Comment