
આજ રોજ રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા શિક્ષક તથા વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
શિક્ષણ ની સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ તથા જીવન લક્ષી માગૅદશૅન પણ જરૂરી છે.
આજ રોજ આદરણીય શ્રી હિરાલાલ સોલંકી સેક્રેટરી સાહેબ તથા આદરણીય શ્રી વિણા બહેન પલાસ પૂર્વ પ્રમુખ રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ ના હોદેદારો તથા પૂર્વ સેક્રેટરી શ્રી શબ્બીર ભાઈ, સદસ્ય શ્રી રતનસિંહ બારીયા સાહેબ, શ્રી દેવાભાઈ રાઠોડ સાહેબ , રોટરી ક્લબ ડાયમંડ ના સચિવ શ્રી હસમુખભાઈ અગ્રવાલ સાહેબ તથા ગલાલિયાવાડ શાળા ના એસ એમ સી અધ્યક્ષ વિજયભાઈ સંગાડા જી ની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા ના આચાર્ય શ્રી લવિન્દ્રકુમાર સંગાડા સાહેબ ના માગૅદશૅન હેઠળ શિક્ષકો તથા વિધાર્થી મિત્રો ના સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
~~ જેમાં સૌ પ્રથમ વિવિધ હોદેદારો નું શાળા પરિવાર વતીથી ભગવાન બિરસા મુંડા પુસ્તક, સાવિત્રી બાઈ ફૂલે, જ્યોતિ બા ફૂલે, ફાતિમા શેખ મહિલા શિક્ષિકા , ભારત ના બંધારણ ના ઘડવૈયા એવા બાબાસાહેબ આંબેડકર તથા વિવિધ મહાપુરુષોના પુસ્તકો ભેટ આપી તથા પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું. જે બાદથી પ્રાથૅના પછી વિવિધ મહાનુભાવોના ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતું.
¶ જેમાં સૌ પ્રથમ આદરણીય લતા બહેન પટેલ નું શૈક્ષણિક ને સેવાકીય કાર્ય માટે સાલ, તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. જેમનું સન્માન આદરણીય શ્રીમતી વિણા બહેન પલાસ એ કર્યું હતું.
¶¶ કમ્પ્યુટર કામના નિષ્ણાત તથા હરહંમેશ વિવિધ પ્રવૃતિઓ થકી શાળા માં ગણિત વિજ્ઞાન વિષય માં કાયૅરત એવા શ્રી અમિતભાઈ શાહ નું સન્માન શ્રી હિરાલાલ સોલંકી સાહેબ ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
¶¶¶ શ્રીમતી પિનાકીન બહેન પટેલ ના શૈક્ષણિક કાર્ય ની નોંધ લેતા તેમજ વિવિધ પ્રવૃતિઓ થકી શિક્ષણ આપવા બદલ વિણાબેન તથા અગ્રવાલ સાહેબ ના વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
¶¶¶¶ શાળા ના વિકાસ ફંડ નુ સંચાલન કરતા તથા હર હંમેશ તમામ કાયૅ મા હકારાત્મક રહી કામની જવાબદારી નિભાવતા શ્રી રમેશભાઈ સંગાડીયા સાહેબ ની કામગીરી ની વિશેષ નોંધ લેતા એસ એમ સી અધ્યક્ષ શ્રી વિજયભાઈ સંગાડા સાહેબ ના વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
¶¶¶¶¶ શાળા માં હર હંમેશ હકારાત્મક અભિગમ રાખી આખી શાળા ને એક તાંતણે રાખનાર , વિવિધ પ્રવૃતિઓ થકી શાળા માં કાયૅરત તથા વિવિધ સેવાકીય કાર્ય કરતા સતીષ પરમાર નું સન્માન આદરણીય શ્રી હિરાલાલ સોલંકી તથા સમગ્ર ટીમના વરદ્ હસ્તે પ્રમાણપત્ર , પુષ્પ તથા મોમેનટો એનાયત કરવામાં આવ્યું હતું.
શાળા પરિવાર માંથી કાયૅરત એવા શિક્ષક મિત્રો ના સંતાનો જેમણે નીટ ની ચાલુ વષૅ ની પરીક્ષા માં સારા ગુણ મેળવ્યા હતા તેઓ ને પણ શાળા પરિવાર વતીથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે ધોરણ ૭ માંથી લાલા ભાઈ નુ પણ નિયમિતતા , શૈક્ષણિક કાર્ય બદલ પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિયમિત હાજરી આપનારા એકમ કસોટી માં સારા ગુણ મેળવનાર વિવિધ ધોરણ ના બાળકો ને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સતીષ પરમાર એ કર્યું હતું.
શાળા ના આચાર્ય શ્રી લવિન્દ્રકુમાર સંગાડા સાહેબ એ સમગ્ર કાર્યક્રમ નું માગૅદશૅન, આયોજન તથા મંજૂરી નું કાર્ય કર્યું હતું. છેલ્લે આભાર વિધિ અમિતભાઈ શાહ એ કરી હતી.
~~ સતીષ પરમાર. ~~~
~~ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા. ~~
~~ દાહોદ ~~
No comments:
Post a Comment