HEARTLY💞 WEL COME YOU💐IN MY BLOG....નમસ્કાર.."વહેતું ઝરણું" એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપનો પ્રતિભાવ અને સૂચનાઓ આવકાર્ય છે

Thursday, August 4, 2022

let's study about 5G spectrum

 


5G સ્પેક્ટ્રમ અને તેની હરાજી
એક મોબાઇલ માથી બીજા મોબાઇલ મા જયારે કોલ થાય છે ત્યારે મોબાઇલ માથી નીકળે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ 
આ ઇલેક્ટ્રોમેગ્નેટિ વેવ ને અલગ અલગ આવૃત્તિ મા વિભાજિત કરવામાં આવે છે.
આ તરંગો કોઈ પણ માધ્યમથી પસાર થઈ શકે છે.
ધન,પ્રવાહી ,વાયુ , શૂન્ય અવકાશ માથી પણ. 
ઘર ના કોઈ પણ ભાગમાં બેઠા હોય તો પણ કોલ આવે ત્યારે કોંક્રિટ ની દીવાલ પણ આ તરંગો ને રોકી નથી શકતી. 
વિશ્વમાં મોટા ભાગના વાયરલેસ કમ્યુનિકેશન મા રેડિયો વેવ નો ઉપયોગ કરવામાં આવે છે.
રેડિયો વેવ 3K Hz 300 ગીગા Hz ની ફ્રિકવન્સી મા જોવા મળે છે. 
આ તરંગો ને એક બેન્ડ મા વિભાજિત કરવામાં આવે છે.
સ્પેક્ટ્રમની હરાજી ભારત સરકારના પ્રસારણ મંત્રાલય અંતર્ગત કરવમાં આવે છે. 
આ વખતે હરાજીમાં
Jio ,airtel ,vodafone Idea, અદાણી
જેવી કંપનીઓએ ભાગ લીધો હતો.
જીઓ એ ૮૮,૦૭૮ કરોડ ના ખર્ચે ૨૪.૭ ગીગા Hz સ્પેક્ટ્રમ ખરીદી લીધા છે.
મતલબ કે મોબાઇલ ની દુનિયામાં આવતા ઘણા વર્ષો સુધી જીઓ નો જ ડંકો વાગવાનો છે. 
સ્પેક્ટ્રમની હરાજી થી ભારત સરકાર ની તિજોરીમાં ૧.૫ લાખ કરોડ આવ્યા છે.
સૌથી વધુ વેચાણ ૭૦૦ મેગા Hz વાળા સ્પેક્ટ્રમ નુ થયું છે.
એનુ કારણ છે જ્યા વાતવરણ મા ખૂબ ઘનતા હોય ત્યાં આ સ્પેક્ટ્રમની મદદ થી સિગ્નલ આરામથી પહોચી જાય છે. 
5G નેટવર્ક થી દેશ મા ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આવવાની શક્યતા છે.
ઈન્ટરનેટ ઓફ થીંગસ
કલાઉડ કમ્પ્યુટિંગ
બિગ ડેટા
આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ 
એજ કમ્પયુટિંગ
જેવી ટેકનોલોજી ખૂબ ઝડપથી વિકાસ પામશે 
સ્પેક્ટ્રમ એટલે શું?
માનો કે કોઈ એક ગ્રાઉન્ડ છે.
એમાં આવવા જવા માટે ઘણા બધા રસ્તા હોય
પરંતુ એના કોઈ નિયમ ના હોય, કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી ઘૂસી જાય અને તો ટ્રાફિક જામ થઈ જાય
એવી રીતે નેટવર્ક પણ જામ થઈ જાય
એટલે દરેક કમ્પની ને સિગ્નલ છોડવા માટે એક એનો પોતાનો અલગ રસ્તો આપવામાં આવે . 
આપણા દેશ મા 5G સ્પેક્ટ્રમની કિંમત અન્ય દેશ ની સરખામણી કરતા ખૂબ વધારે છે.
ઓછો નફો મેળવતી અને નાની કંપનીઓ આ સ્પેક્ટ્રમ ખરીદી શકે એવી કોઈ સ્થિતિ મા નથી.
ઘણી બધી કંપનીઓ મૃતપાય અવસ્થામાં આવી જશે. 
આપણા બધા ને એક સામાન્ય પ્રશ્ન હોય કે 5G ક્યારે શરૂ થશે?
ઘણા બધા ને તો મગજ મા એવું છે
ટાવર ની સ્વીચ પાડો એટલે 5G શરૂ 😀😀
એમ ના હોય આના માટે ઘણા બધા બદલાવ લાવવા પડે
આપણે પણ અને કમ્પની ને પણ 
દેશ મા 5G ની શરૂઆત કરતા પહેલા તમામ હાર્ડવેર
મતલબ કે આપડા સેલ ફોન અને વાયરલેસ કમ્યુનિકેશન સાથે જોડાયેલ તમામ મશીનરીને અપડેટ કરવી પડે. 
મોટા ભાગનો કમ્પ્યુટર અને મોબાઇલ ના પાર્ટ્સ આપડે વિદેશ થી મંગાવીએ છીએ આ બાબતે પણ આપણે હજી આત્મ નિર્ભર થવાની ખુબ જરૂર છે.
મેડ ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત જો આ બધા પાર્ટસ ભારતમાં બનવા લાગે તો દેશના ઘણા બધા લોકો ને રોજગારી મળી શકે. 
સોશિયલ મીડિયા મા ઢગલા બંધ વીડિયો મા તમે જોયુ હશે કે 5G નેટવર્ક થી પક્ષીઓ મરી જાય અને કોરોના વાઇરસ પણ એનાથી આવ્યો એને બ્લા બ્લા બ્લા
પણ હજુ સુધી આ બાબતે કોઈ સાબિતી આવી નથી
આ બધી વાતો માત્ર પાયા વિહોણી છે. 
ગ્રામીણ ક્ષેત્રોમાં અને શહેરી વિસ્તાર માં નેટવર્ક મા ખૂબ મોટો ગેપ જોવા મળે છે હજુ સુધી ઘણા બધા ગામડાઓમાં 4G પણ માંડ આવે છે.
આ ઈન્ટનેટ ક્રાંતિ નો લાભ દેશના તમામ એરિયા ને મળવો જોઈએ 
x

No comments:

Post a Comment

std 6 7 8 vigyaan pryog

  NCERT BOOK SCIENCE STD- 6 TO 8 PRAYOG AND PRAVRUTTI LIST ➠  STD- 6  SCIENCE  PRAYOG LIST  CLICK HERE ➠   STD- 7  SCIENCE  PRAYOG LIST  CLI...