HEARTLY💞 WEL COME YOU💐IN MY BLOG....નમસ્કાર.."વહેતું ઝરણું" એજ્યુકેશન બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપનો પ્રતિભાવ અને સૂચનાઓ આવકાર્ય છે

Saturday, August 7, 2021

Dahod ni mahiti shri Mayur sir sathe..




સંવેદનશીલ શિક્ષણાધિકારી સાહેબ એટલે મહેરબાન મયુરભાઈ પારેખ સાહેબ...  પોતાના જન્મ દિવસે આનાથી બાળકોને દત્તક લઈ એક ઉમદા માનવીય મૂલ્ય સ્થાપિત કરતા ..... 
 
         વુહાનથી નિકળીને સમગ્ર વિશ્વમાં માનવ જીવનને થંભાવી દીધું હતું. આ જ કોરોના મહામારી માં કેટલાય લોકો એ પોતાના સગા સ્નેહીઓને ગુમાવ્યા છે. એવા સમયે દાહોદ જિલ્લામાં આવેલા ગલાલિયાવાડ ગામના રહેવાસી એવા સ્વ. પૂનમભાઈ ખરાડિયા ના પુત્ર તીથૅને ધોરણ ૧ માં પ્રવેશ આપી એ બાળકને મેહરબાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ એ આજે પોતાના જન્મ દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરતા માનવધર્મ નિભાવી દતક લીધો.‌આ સમયે તેમણે શાળા માં તીથૅ ને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તથા શૈક્ષણિક કીટ ભેટ આપી ને તમામ જવાબદારી પોતે સ્વીકારી . 

         આ તબક્કે શાળા માં યોજાયેલ આ વિશિષ્ટ કાર્ય માં જિલ્લા પંચાયત ગલાલિયાવાડના જિલ્લા સદસ્ય શ્રી સુધીરભાઈ લાલપુરવાલા સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિ રહી. છેલ્લા ૩૨ વષૅથી  રાજકીય ક્ષેત્રને સેવાકીય ક્ષેત્ર તરીકે સ્થાપિત કરીને સમગ્ર ગુજરાતમાં દાહોદ જિલ્લાનુ નામ રોશન કરનાર માનનીય સુધિરભાઈ લાલપુરવાલા સાહેબ એ આ પ્રસંગે અન્ય અનાથ બાળકો ને પોતે દતક લઈ તમામ મળવા પાત્ર તમામ યોજનાઓ તથા શક્ય તેટલી મદદરુપ થવા માટે બાંહેધરી આપી એક માનવ મૂલ્ય ઉજાગર કરીને એક સાચા જનસેવક કે લોકપ્રતિનિધિ ની આગવી ઓળખ આપી હતી.‌
   
       સમગ્ર કાર્યક્રમ માં જિલ્લા સદસ્ય શ્રી સુધીરભાઈ લાલપુરવાલા, દાહોદ તાલુકા પંચાયત ના શ્રી વિજયભાઈ પરમાર, મેહરબાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબ, ગલાલિયાવાડ ના તાલુકા સદસ્ય શ્રિમતી અનિતાબેન સંગાડા ના પતિ અને સામાજિક કાર્યકર તથા ગામના અગ્રણી એવા શ્રી જશવંત ભાઈ સંગાડા, શ્રી જનકભાઈ પટેલ, દેશની સરહદ પર સેવા બજાવી નિવૃત થનાર શ્રી ભરતભાઈ સંગાડા, એસ એમ સી અધ્યક્ષ અને ડેપ્યુટી સરપંચ શ્રી અર્જુનભાઇ મછાર , ઠક્કર બાપા પગાર કેન્દ્ર ના આચાર્ય શ્રી દેવેન્દ્ર ભાઈ પંચાલ,  શ્રી વિનુભાઈ ખરાડિયા, શ્રી રાળુભાઈ, મધ્યાહન ભોજન યોજનાના સંચાલક શ્રી વાલચંદભાઈ  તથા શાળા પરિવાર ના સદસ્યો તેમજ ગામના આગેવાનો તથા અગ્રણીઓ હાજર રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા વર્ષ ૨૦૨૪ સુધીમાં શાળા ને મોડેલ સ્કૂલ બનાવવા ના ધ્યેય તથા અન્ય શૈક્ષણિક , સેવાકીય પ્રવૃતિઓ અંગે શાળા ના આચાર્ય શ્રી લવિન્દ્રકુમાર આર સંગાડા સાહેબ દ્વારા વિગતવાર માહિતી આપી આ ઉમદા કાર્ય માં શાળા પરિવાર પોતે સંપૂર્ણ સાથ સહયોગ થકી કાયૅ કરશે એવી મેહરબાન સાહેબ શ્રીઓને ખાત્રી આપવામાં આવી. 

                કાયૅ ક્રમની આભારવિધિ શાળા ના શિક્ષક  શ્રી અમિતભાઈ શાહ દ્વારા તેમજ કાયૅ ક્રમનું સંચાલન શ્રી સતીષભાઈ પરમાર તેમજ સમગ્ર સહયોગ શાળા પરિવાર ના તમામ સદસ્ય શ્રીઓએ આપ્યો હતો. જે બાદથી છેલ્લે તમામ મુખ્ય મહેમાનો તથા સાહેબ શ્રી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ માં મદદરૂપ થનાર સૌ કોઈનો શાળા પરિવાર ગલાલિયાવાડ હ્રદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે. 
               ¶¶   લેખન અહેવાલ ¶¶ 
                 ~~   સતીષ પરમાર ~~ 
           ~~    ગલાલિયાવાડ પ્રાથમિક શાળા. ~~ 
               તાલુકો , જિલ્લો-  દાહોદ ‌


 

No comments:

Post a Comment

std 6 7 8 vigyaan pryog

  NCERT BOOK SCIENCE STD- 6 TO 8 PRAYOG AND PRAVRUTTI LIST ➠  STD- 6  SCIENCE  PRAYOG LIST  CLICK HERE ➠   STD- 7  SCIENCE  PRAYOG LIST  CLI...