¶¶¶ દેવગઢબારિયા રાજ્યનો ઇતિહાસ.¶¶¶.
#દિલ્હીના #ચૌહાણ વંશમાં #પૃથ્વીરાજ ચૌહાણ ના વારસદાર હોવાનું કહેવાય છે . તેનો ઇતિહાસ પાવાગઢના ચૌહાણ રાજ્યો સાથે પણ સંકળાયેલ છે .1884માં મહમદ બેગડાના આક્રમણ છેલ્લો પાવા પતી જયદેવસિંહ પતાઈ દ્વારા મુસ્લિમ આક્રમણ થી બચવા ભાગેલા બે રાજકુમારોના એકે મોહન છોટાઉદેપુર અને બીજાએ દેવગઢબારિયા માં સત્તા જમાવી જે બારીયા ના સ્થાપક #ડુગરસિહ હતા.
રાજ્યનું વિભાજન સાત મહલ એટલે કે હવેલી
#દેવગઢબારિયા,
#સીંગવડ
#રણધીકપુર
#દુધિયા,
#ઉમરીયા
#બુધપુર
#ધાનપુર
#રાજગઢમાં થયું હતું. જેમાં સૈન્યમાં ત્રણ(૩) તોપ,ચોવીસ ઘોડેસવાર ,૨૧૧ પાયદળ અને પોલીસ હતા.
~~ સિંધિયાના પંચમહાલ, દાહોદ ,હાલોલ અને કાલોલ પર આવતી ચોથને હતું..( કરવેરો સિંધિયા રાજાઓને આપતા હતા.)
~~~ રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને લશ્કરી સેનાને અનુકૂળતા મેળતા બ્રિટિશ શાસન સાથે એ સંબંધો સ્થપાયા હતા .19 મી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટિશ સત્તા અને રાજ્ય #આદિવાસીઓના હિંસક વિરોધને મોટાપાયે સામનો કરવો પડેલો. અહીં દેખાઈ રહ્યું છે તેમ ઈસવીસન 1876થી 1947 નું વચ્ચેના ૭૧ વર્ષના ગાળામાં આર્થિક નીતિ અને પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ ની ચર્ચા કેન્દ્રસ્થાને છે .આ ગાળામાં અનુક્રમે #માનસીગજી અને સર #રણજીતસિંહજી એ #બારીયાના શાસકો થયા હતા.
~~~~ રાજ્યની આર્થિક આવક જેમાં જમીન મહેસૂલ , જંગલ મહેસુલ, આબકારી સ્ટેન્ડ અને કોટૅ ન્યાય ઇન્સાફ ની , વિજળી વેરો ,પાણીવેરો ,જંગલની આવક અને રેલવે પેસેન્જર્સ વગેરે મુખ્ય હતા. બારીયા રાજ્યમાં 20 અફીણની , ગાંજાની 17 , અને ભાંગ ની 15 દુકાનો ચાલતી હતી. શાળાઓ, રેલવે, સાર્વજનિક હોસ્પિટલના નિર્માણ દ્વારા સુવિધાઓ વધવાની સાથે રાજ્યમાં લોકઉપયોગી કામો પણ ઉભા થયા હતા .રાજ્યની મુખ્ય આવક માત્ર જમીન મહેસૂલ ,જંગલ મેહસુલ, ગાંજો, ભાંગ, અફીણ , કસ્ટમ, સ્ટેમ્પ રેવન્યુ પરનો કર હતો..
~~~ રાજ્યની સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ પ્રાથમિક શાળાની સ્થાપનાથી થયો હતો. જેમાં જાહેર મિલકતો, જાહેર મકાનો, રસ્તા, અને બાંધકામ પાણી અને વીજળીની સુવિધા વગેરે નો વિકાસ થયો હતો. 1892 લોક ઉપયોગી કામ કરવા માટે એક ફંડ પણ સ્થાપવામાંઆપવામાં આવ્યું .હતું જે રાજ્યની આવક સામે તેના લોકોના કામોની પણ દેખરેખ રાખતું હતું.
∆∆∆ શૈક્ષણિક કામ ∆∆∆
જેમાં દેવગઢબારિયા રાજ્યમાં 1876માં શાળાઓ આપવાની શરૂઆત થઈ હતી. રાજા માનસિંહે સ્વતંત્ર કાર્યભાર સંભાળ્યા પછી ગુજરાતી પ્રાથમિક શાળાઓમાં ખેતીવાડી સંબંધિત વિષય વસ્તુને દાખલ કરીને લોકોને ખેતીનુ શિક્ષણ પણ અમલી બનાવ્યું હતું. ઉપરાંત પ્રજાને આબકારી માટેના અનેક પ્રશંસનીય કામો કર્યા હતા. આ જ અરસામાં 1922માં એક (૧) હાઇસ્કુલ પંદર (૧૫)જેટલી ગુજરાતી નિશાળો સ્થપાઈ હતી. 8 ડિસેમ્બર 1947ના રોજ રણજીતસિંહ હાઇસ્કુલ નો પાયો નખાયો હતો .જેમાં 1911માં માનસિહજી પુસ્તકાલય અને વાંચનાલય પણ બાંધવામાં આવ્યા હતા.(શિક્ષણનો વ્યાપ વધે ત્યાં સુધી રાજ્યમાં મફત શિક્ષણની જોગવાઇનો અમલ પણ કરવામાં આવ્યો હતો)આ ઉપરાંત શૈક્ષણિક ગુણવત્તા અને ઉચ્ચ શિક્ષણના વિકાસ અર્થે કોલેજ તકનિકી અને તબીબી ક્ષેત્રના ઉરચ અભ્યાસમાં શિષ્યવૃત્તિઓ આપવાની પ્રથા રાજ્યમાં જોવા મળતી હતી ...રાજ્યની શૈક્ષણિક પ્રગતિ ની પ્રશંસા અંગ્રેજ અધિકારીઓ પણ કરી હતી.
આરોગ્ય સુવિધાઓ દુધિયા, રાજગઢ ,સાગથાળા, પીપલોદ, રણજીતપુર બાંડીબાર જેવા મહાલોમા સ્થપાઈ હતી.આ ઉપરાંત દર્દી માટેની સુવિધા હતી જેમાં શસ્ત્રક્રિયા અને પોસ્ટમોર્ટમ ની પણ વ્યવસ્થા હતી. માણસો સાથે પશુઓ માટે પણ ચિકિત્સાલય સ્થપાયા હતા. રાજ્યની અંદર રસીકરણ અને શીતળાની રોગો વિરુદ્ધની રસીકરણ ઝુંબેશ પુરાવા મળે છે. આ ઉપરાંત બે ખાસ રસીકરણ માટે ના અધિકારી પણ કર્યા હતા. જેલના કેદીઓને પણ આરોગ્યની સુવિધાઓ મળી રહે તેવા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
ખેતી વિકાસ ના કાર્યો કર્યા રાજ્યની આવકનો મુખ્ય સ્રોત જમીન મહેસુલ અને જંગલમાંથી જંગલમાંથી થતી ઉપજ હતું રાજ્યના ખેડૂતો માટે જ રાજ્ય તરફથી કેટલીક ખાસ જોગવાઈઓ થઈ હતી જેની અંદર શેરડીના વાવેતર પર લીઘે આઠ (૮) રૂપિયા કર નાબૂદ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વર્ષ ૧૯૨૯-૩૦- ૩૧ માં રાજ્ય તરફથી 11,456 રૂપિયા તગાવી સ્વરૂપે ખેડૂતોને પણ આપવામાં આવ્યા. હતા આ ઉપરાંત ખેડૂતો પાસેથી જમીન મહેસુલ ને લગતા સિવાય કોઈપણ કરવેરો ન હતો.
∆∆∆ ઉદ્યોગ-ધંધા ∆∆∆
પ્રોત્સાહન પીપલોદમાં સ્થપાયેલ સ્વદેશી ગ્લાસ મેન્યુફેક્ચરીંગ કંપની લિમીટેડને ઘણી વધારે શરતોને આધીન જમીન તથા ખનીજ નો ફાટો આપવામાં આવેલ. તેમાં બધા માલ પર સૌ આ પ્રકારની ડયુટી કર માલ બનાવવાં જોઈએ સરસામાન મશીનરી તથા અન્ય પદાર્થોની આયાત ડ્યૂટી માફ કરી દીધી હતી. રાજ્યમાં બારિયામાં ત્રણ (3 )અને પીપલોદમાં બે (૨)કારખાના હતા.આ ઉપરાંત રણજીતસિહજીએ ગોગંબા વગેરે જેવી ટેક્ષ 21620 નાબૂદ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં આ સિવાય કોઈપણ કારીગર ઉપર કોઇપણ જાતનો વેરો ફેવરેટ લગાવવામાં આવતા ન હતા. આશ્રય બારીયા ટાવર રોડ પર દુકાન બાદ વેપારીઓ અને માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવતી.
~~~~~ ૨૯ જાન્યુઆરી ૧૯૨૧ થી શ્રી દેવગઢબારિયા સ્ટેટ બેન્ક ડિપાર્ટમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી જેમાં ખેડૂતો અને વેપારીઓ માટે બચત કરવાની સુવિધા પણ રાજ્ય પ્રજા માટે ઉપયોગી બનવાની .સાથે લોકો ને માટે વીજળી-પાણી શેરી રસ્તાઓ, બાંધકામને, રેલવે નિર્માણ જાહેર હિતમાં શાળા ,કુવાયદવાખાના બાંધકામ, સુવિધાઓ.
ઉપરાંત અંદર અઠવાડિક ટપાલ, ટપાલ પેટી ની વ્યવસ્થા વગેરે દેવગઢ રાજ્યના સમાજ કલ્યાણ ક્ષેત્રે મહત્વની પ્રવૃત્તિઓ હતી.જેમાં સમયે સમયે રાજ્યના જે-તે સમયના રાજવી કુટુંબો પણ પોતાના વૈભવવિલાસ ખર્ચ કાપીને આપી અને લોક કલ્યાણની પ્રવૃત્તિઓ કરી હતી.
∆∆∆ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ∆∆∆
પ્રથમ વિશ્વયુદ્ધમાં સ્થાનિક સંસ્થાને મદદ કરવામાં હિન્દીના દેશી રાજ્યો ગૌરવ અનુભવતા હતા. રાજ્ય બ્રિટિશ સત્તાનો ઉદય સમય રણજીતસિંહ પોતે ફલાડસઅને ફ્રાન્સમાં હાજર રહ્યા હતા. રાજ્ય યુદ્ધમાં પોતાના ૨૨૦ સૈનિકો, કપડા, માસિક ફાળો આપ્યો હતો. આ ઉપરાંત સિગારેટ અને વસ્તુઓ. મેસોપોટેમીયા માં લાઇબ્રેરીની રચનામાં પુસ્તકોની મદદ તથા એક ફીયાટ કારની પણ મદદ કરી હતી.
પ્રથમ વિશ્વ યુદ્ધમાં રાજમહેલ કરેલ દાન અને ભણવામાં કુલ એક લાખ હજારનો આંકડો હતો૧,૬૦,૦૦૦ હતો.
શિક્ષણ તાલુકા સરકારી શાળા, રાજકુમાર કોલેજ રાજકોટમા થયું હતું ,જ્યારે બારિયામાં શિક્ષણ આરોગ્યની સુવિધાઓ મોટાભાઈ શરૂ કરનાર રણજીતસિંહજી વિદેશમાં શિક્ષણ પામ્યા હતા. પહેલા બાળકો માટે દવાખાના, જિમખાના ,ટાઉનહોલ જેવી સુવિધાઓ પુરી પાડી હતી. ભારતમાં આધુનિક વિચાર અને જગલ વિસ્તારમાં બારિયામાં રાજ્ય ગવર્નર પોલિટિકલ એજન્ટની અધિકારીઓ લખાતો ચાલતી રહેતી. એ દરમિયાન હોસ્પિટલ ,હાઇસ્કુલ વગેરેનો વિકાસ થયો હતો. સમાજ કલ્યાણ માટે પ્રભાવ પર લખી શકાય આ સાથે રાજ્યની મોતીલાલ પારેખ જેવા કુશળ દિવાન મળે તે પણ નોંધપાત્ર છે ..
વેજલપુર પરોલીના પાનાચંદ ખીમચંદ લખે છે કે
આપણે અત્યારે રાજ્યમાં ગોવર્ધન પ્રતિબંધનો કાયદો કરીને ખેતીના વિકાસ માટે પશુધન અને સમાજના ઉત્કર્ષ માટે ધર્મનાં રક્ષણ કર્યું છે. અજ્ઞાન પ્રજામાં જ્ઞાનનો પ્રકાશ જોવા માટે આપ નામદાર કેળવણીનો પ્રચાર વધે તે હેતુથી પ્રાથમિક અને માધ્યમિક કેળવણી મફત કરી છે. એ આપ નામદારના સત્કાર્યોની નોંધ લેતા અમે આનંદ થાય છે.
આમ છતાં વનરાજસિંહ આદિવાસીઓના કલ્યાણ માટે તાત્કાલિક દસ્તાવેજોમાંથી કોઈ દાખલો જડતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની જંગલની આવક 1942 -43 સાત લાખ રૂપિયા જેટલી હતી. આમ આ બારિયા રાજયનો ટુંકમાં ઈતિહાસ લેખન છે.
સંદર્ભ સ્ત્રોત :
૧. ઈતિહાસ દપૅણ .( ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત સરકાર અમદાવાદ)
૨. આદિવાસીઓની સાસથાનિક ચળવળો ( ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત સરકાર . અમદાવાદ)
~~~~~ લેખન સંકલન ~~~~~
સતીષ પરમાર
નવા કાળીબેલ
ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ.
...........ભૂલ ચૂક માફ........
No comments:
Post a Comment